નવસારી: બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડના ( Lattakand in Botad )પડઘા આદિવાસી સમાજમાં જોવા મળ્યા છે. જેમાં નવસારીના તેલાડા ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ગામે એકજુથ થઈ બંધ કરાવી અને કોઈએ પણ દારૂ ગાળવુ નહીં અને વેચાણ પણ( Demand for liquor ban in Navsari) નહીં કરવુ. જેમાં ગ્રામજનોએ સરપંચની આગેવાનીમાં નવસારી કલેક્ટર અને પોલીસ વડાને (Gujarat Police)આવેદનપત્ર આપી ગામમાં દારૂબંધીને સહયોગની માંગ કરી છે.
આ પણ વાંચોઃ સરપંચે તો 3 મહિના પહેલાં જ ચેતવ્યા છતાં પોલીસે દાખવી બેદરકારી ને થયો લઠ્ઠાકાંડ
પુરૂષોની સરખામણીમાં મહિલાઓ દારૂનું સેવન કરવા માંડી - નવસારી આદિવાસી જિલ્લો છે અને અહીં આદિવાસીઓમાં દારૂનુ દુષણ ઘર કરી ગયું છે. ખાસ કરીને ગામડાઓ અને શહેરના શ્રમિક વિસ્તારોમાં દેશી દારૂ ગાળવામાં આવે છે અને મોટા પ્રમાણમાં વેચાણ પણ થતુ હોય છે. દેશી ગોળ, નવસાર, ફટકડી, પાણીના મિશ્રણ થકી બનતો દારૂ જીવલેણ બની જાય છે. નાના બાળકોથી જ દારૂની ટેવ પડતા યુવાન વયે પહોંચે, ત્યારે મૃત્યુ સુધી પહોંચી જતા હોય છે અને પરિવાર વિખેરાય છે. નાની વયે પતિનું અવસાન થતાં મહિલા અને બાળકો નિરાધાર બને છે. જેમાં બાળકોનો અભ્યાસ પણ બગડે છે. હવે તો પુરૂષોની સરખામણીમાં મહિલાઓ પણ દારૂનું સેવન કરવા માંડી છે.
દારૂના કારણે અનેક લોકોના ભાગ લેવાયા - બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં 27 થી વધુ લોકોના જીવ ગયાની જાણ થતા જ નવસારીના તેલાડા ગામના સરપંચ સહિત આગેવાનોએ એક થઇ ગામમાં ચાલતી 22 ભઠ્ઠીઓ પર દેશી દારૂ ગાળતા લોકો સાથે બેઠક કરી, ગામમાં દેશી દારૂ ગાળવુ નહીં અને વેચાણ પણ કરવુ નહીંનો સ્વૈચ્છિક સામુહિક નિર્ણય કર્યો હતો. ગામમાં 25 થી 40 વર્ષના 8 થી વધુ યુવાનો દર વર્ષે દારૂના દુષણને કારણે મોતને ભેટે છે. મહિલાઓ વિધવા થતા બાળકોના ભણતરને પણ અસર થાય છે. જેથી ગ્રામજનોએ ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરી દેવામાં આવી છે. સાથે જ ગામના આગેવાનોએ આજે નવસારી જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગામમાં કરેલી દારૂબંધી જળવાયેલી રહે એ માટે સહયોગ માંગ્યો હતો.