ETV Bharat / state

Lorry Traders in Navsari : નવસારી શહેરમાં રસ્તા પર ચાલતી લારીઓના ભાડાના 60 લાખ બાકી, પાલિકાએ શરૂ કરી વસુલાત - Total Lorries on the Road in Navsari

નવસારી નગરપાલિકામાં (Navsari Municipality) વર્ષોથી રસ્તા ઉપર લારી મૂકીને ધંધો કરતાં વેપારીઓ પાસેથી પાલિકા દ્વારા રોજનું નજીવું ભાડું વસૂલવામાં આવે છે. ત્યારે 36થી 60 મહિનાઓ વિતવા છતાં મોટાભાગના લારી ચલાવતા વેપારીઓએ ભાડુ ભર્યુ નથી. જેથી નગરપાલિકાએ લારી વેપારીઓ પાસેથી ભાડા (Rent from Lorry Traders in Navsari) વસુલાતની કામગીરી હાથ ઘરી છે.

Lorry Traders in Navsari : નવસારી શહેરમાં રસ્તા પર ચાલતી લારીઓના ભાડાના 60 લાખ બાકી, પાલિકાએ શરૂ કરી વસુલાત

author img

By

Published : Jan 18, 2022, 10:40 AM IST

નવસારી : નવસારી નગરપાલિકામાં (Navsari Municipality) વર્ષોથી રસ્તા ઉપર લારી મૂકીને ધંધો કરતાં વેપારીઓ પાસેથી પાલિકા દ્વારા રોજનું નજીવું ભાડું (Rent from Lorry Traders in Navsari) વસૂલવામાં આવે છે. પરંતુ વર્ષો વીતવા છતાં શહેરમાં અને શાકભાજી માર્કેટમાં લારી ધરાવતા વેપારીઓએ પાલિકાને અંદાજે 60 લાખ રૂપિયાનું ભાડું ચૂકવ્યું નથી અને કોરોનાનું કારણ ધરી પાલિકા પાસે રાહત માંગી રહ્યા છે. જોકે પાલિકાએ ભાડુ વસૂલવા મુદ્દે ઢીલાઈ ન રાખતા વેપારીઓને હપ્તામાં ભાડું (Navsari Municipality Collection of Rent from Lorry Drivers) ચુકવવા આદેશ કર્યો છે.

નવસારી શહેરમાં કુલ 372 લારીઓ છે

નવસારી નગરપાલિકાએ લારી વેપારી પાસેથી ભાડા વસુલાતની કામગીરી હાથ ઘરી

નવસારી શહેરના લુન્સીકુઈ, ફુવારા, રેલ્વે સ્ટેશન, ટાટા હોલ, આશાપુરી માતાજી મંદિર નજીક, જુનાથાણા સહિત શહેરના ઘણા વિસ્તારોમાં રસ્તાના કિનારે વર્ષોથી ખાણીપીણીની લારીઓ તથા અન્ય વસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓ લારી મુકી ધંધો કરતા આવ્યા છે. જ્યારે શાકભાજી માર્કેટમાં પણ મોટી સંખ્યામાં લોકો શાકભાજી અને ફળફળાદીની લારીઓ મૂકી વેપાર કરે છે. શહેરમાં આવી 372 લારીઓ છે.

36થી 60 મહિનાઓથી વેપારીઓએ ભાડુ ભર્યુ નથી

નવસારી શહેરમાં કુલ 372 લારીઓ (Total Lorries on the Road in Navsari) છે, જેમાં નગરપાલિકા એક દિવસના 103 રૂપિયા અને શાકમાર્કેટ વિસ્તારમાં નોંધાયેલી 135 લારીઓ પાસેથી 35થી 52 રૂપિયા ભાડા પેટે (Lorry Rental in Navsari) પાલિકા લેતી આવી છે. પરંતુ 36થી 60 મહિનાઓ વિતવા છતાં મોટાભાગના લારી ચલાવતા વેપારીઓએ પાલિકાને લાખોનો ચૂનો ચોપડી રહ્યા છે. જેના કારણે પાલિકાએ શહેરમાં ઉભી રહેતી લારીઓના વેપારીઓ પાસેથી અંદાજે 60 લાખ રૂપિયા ભાડા પેટે વસૂલવાના બાકી છે.

પાર્સલ સેવા ચાલુ હોવાથી વેપારીઓએ ભાડામાં રાહતની માંગણી કરી

પાલિકાએ ભાડા મુદ્દે કડકાઈ દાખવતા, કોરોનાનું બહાનું આગળ ધરી અને લોકડાઉન દરમિયાન પણ પાર્સલ સેવા ચાલુ રાખનારા લારી ચલાવતા વેપારીઓએ ભાડામાં રાહત આપવાની માંગણી કરી હતી. જેની સામે પાલિકાએ પણ લારી ધારકોને ભાડામાં રાહત નહીં આપવાની ના પાડી છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: વિધાનસભા ચુંટણી પૂર્વે ભાજપ પ્રદેશ પ્રમુખે પેજ સમિતિને મજબુત બનાવવા કરી હાંકલ

આ પણ વાંચોઃ આંતલિયા GIDCમાં પકડાયેલા લાખોના બાયોડીઝલ બાદ બીલીમોરાના 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.