ETV Bharat / state

અઢી મહિનાથી બંધ મંદિરોના દ્વાર ખુલ્યા, ભક્તોમાં હરખની હેલી - corona in gyujrat

કોરોનાની મહામારીએ ભગવાનના દ્વાર પણ બંધ કરાવી દીધા હતા, પરંતુ હાલમાં નવસારીમાં પૌરાણિક આશાપુરી માતાજી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલતા હરખ સાથે ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને પોતાના અંતરની ખુશી વ્યક્ત કરી હતી.

અઢી મહિનાથી બંધ મંદિરોના દ્વાર ખુલ્યા, ભક્તોમાં હરખની હેલી

author img

By

Published : Jun 8, 2020, 12:09 PM IST

નવસારીઃ માણસ પોતાના કપરા કાળમાં ભગવાનના દ્વારે જઇ પ્રાર્થના કરતો હોય છે, પરંતુ કોરોનાની મહામારીએ ભગવાનના દ્વાર પણ બંધ કરાવી દીધા હતા. જોકે, અઢી મહિના બાદ આજે સોમવારે સવારે નવસારીના પૌરાણિક આશાપુરી માતાજી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલતા, હરખ સાથે ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. જોકે, મંદિર તંત્ર દ્વારા નિયમોના પાલન સાથે માઈ ભક્તોને પ્રવેશ આપ્યો હતો.

અઢી મહિનાથી બંધ મંદિરોના દ્વાર ખુલ્યા, ભક્તોમાં હરખની હેલી
કોરોના વાઇરસના સંક્રમણથી ભક્તોને બચાવવા તમામ ધાર્મિક સ્થાનો બંધ કરાયા હતા. જ્યાં સમસ્યાનું સમાધાન અને મનની શાંતિ પ્રાપ્ત થાય એવા દેવસ્થાનો બંધ થતાં ભક્તો પણ પોતાના આરાધ્યના દર્શનથી દૂર થયા હતા. અઢી મહિનાથી નવસારીના પૌરાણિક આશાપુરી માતાજીના દર્શનોથી વિમુખ રહેલા ભક્તો મંદિર ખુલવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે સોમવારે સવારે 8 વાગ્યે આશાપુરી માતાના મંદિરના દરવાજા ખુલતા જ ભક્તોમાં આનંદ છવાયો હતો.

મહિનાઓ બાદ મંદિર ખુલતા માઈ ભક્તોએ મંદિર બહાર માં ના દર્શન માટે લાઈન લગાવી હતી. જ્યાં મંદિર તંત્ર દ્વારા પહેલેથી જ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એવી વ્યવસ્થા કરી હતી. સાથે ભક્તોનું થર્મલ સ્ક્રીનીંગ કર્યા બાદ હેન્ડ સેનેટાઇઝ કરાવીને મંદિરમાં પ્રવેશ આપ્યો હતો. મહિનાઓ બાદ મંદિરમાં પ્રવેશ મળતા ભક્તોએ માતાજીના મન ભરીને દર્શન કર્યા હતા અને કોરોના માહામારીને નાથવા માટેની પ્રાર્થના કરી હતી. સાથે જ પોતાના અંતરની ખુશી વ્યક્ત કરી હતી.

કોરોના કાળમાં બંધ થયેલા મંદિરો આજથી નિયમોના પાલન સાથે ખુલ્યા છે. જેમાં નવસારી આશાપુરી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તોને કોરોનાના સંક્રમણથી બચાવવા સોશિયલ ડિસ્ટનસિંગ, માસ્ક અને હેન્ડ સેનેટાઇઝ કરાવવા સાથે જ મંદિરમાં 5 વર્ષથી નાના અને 65 વર્ષથી મોટાઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ રાખ્યો છે. નવસારી જિલ્લામા આજથી મોટા ભાગના મંદિરો ભક્તોના દર્શનાર્થે ખુલ્યા છે. જો કે, હજી પણ રામાયણ કાળનું પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ સ્થિત ઉષ્ણઅંબા માતાજી મંદિર ભક્તો માટે બંધ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.