- નવસારીના એક દિવ્યાંગ વૃદ્ધ પર માથાભારે ઈસમોએ દ્વારા જીવલેણ હુમલો
- સુરત રેંજ IG ઓફીસ બહાર દિવ્યાંગ વૃદ્ધના ધરણા
- પોલીસે સમજાવી કાર્યવાહી અંગે આશ્વાસન આપ્યું
સુરતઃ નવસારીના એક દિવ્યાંગ વૃદ્ધ પર માથાભારે ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઈને તેઓએ ફરિયાદ નોંધાવવા અનેક રજૂઆતો કરી હતી પરંતુ ક્યાંયથી પણ ન્યાય ન મળતા આખરે સુરત ખાતે તેઓ રેંજ IG ઓફીસ બહાર ધરણા પર બેઠા છે અને ન્યાયની માગ કરી રહ્યા છે. જોકે પોલીસે તેમણે સમજાવી કાર્યવાહી અંગે આશ્વાસન આપ્યું છે.
દિવ્યાંગ વૃદ્ધના ધરણા, કરી રહ્યા છે ન્યાયની માગ
નવસારી ખાતે આવેલા મુન્દ્રા ગામના રહેવાસી ઈમ્તિયાઝ અહમદ શેખ દિવ્યાંગ છે અને તેઓ સુરતમાં રેંજ IG ની ઓફીસ બહાર ધરણા પર બેઠા છે. તેઓએ જણાવ્યું હતું કે, જમીનને લઈને તેઓના ગામમાં માથાભારે ઈસમો તેઓને છેલ્લા કેટલાય વર્ષોથી હેરાન કરી રહ્યા છે અને છેલ્લા 3 મહિનાથી તેઓના પર જીવલેણ હુમલા કરી રહ્યા છે. આ અંગે તેઓએ નવસારીમાં તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓને તમામ સબૂતો સાથે રજૂઆતો કરી છે પરંતુ તેઓની ફરિયાદ ક્યાય સાંભળવામાં આવતી નથી તેમજ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. જેથી તેઓએ આખરે ન છૂટકે સુરતમાં રેંજ IG ઓફીસ બહાર ધરણા પર બેસવું પડ્યું છે. વૃદ્ધે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી તેઓ અહી ધરણા પર બેસી રહેશે. જોકે પોલીસે તેમણે સમજાવીને ઘરે જવા જણાવ્યું હતુ.