શિડ્યુલ - ડીમાં આવતા પ્રાણી દીપડાને નુકશાન થાય તો નુકશાન કરનારાને કાયદાની જાળમાં ફસાવવાનો વારો પણ આવી શકે છે. સામાજિક વનીકરણ વિભાગે માનવજાતે દીપડાઓ સાથે રહેવાની આદત પાડવી પડશે એવો સંદેશો આપ્યો છે. સામાજિક વનીકરણ વિભાગ દીપડાઓના ત્રાસની ફરિયાદ માટે પાંજરાઓ મૂકીને તથા વિઝિટ લઈને સંતોષ માનતું હોય છે. પરંતુ તાજેતરમાં જલાલપોર, ગણદેવી, ચિખલી, વાંસદા તાલુકામાં દીપડાએ એક પછી એક મરઘાં, બકરા તેમજ ગાય પર હુમલો કરવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં પશુપાલકોએ મોટા પ્રમાણમાં નુકશાની વેઠવી પડી છે.
જંગલો કપાઇ રહ્યાં છે અને સાથે જ વન્ય પ્રાણીઓનો શિકાર પણ થઇ રહ્યો છે. માનવે જંગલો કાપીને ઉભી કરેલ આફત હવે માનવને જ નડી રહી છે ત્યારે છેલ્લા દસ વર્ષમાં વધેલ દીપડાઓનું આગમન માનવજીવનને ધ્રુજાવી રહ્યું છે.