- અહેમદ પટેલના નિધનથી પરિવારજનોમાં શોકનો માહોલ
- પારિવારિક મિત્ર સુલેમાન ભાયાતે જૂની યાદો વાગોળી આપી શ્રદ્ધાંજલિ અહેમદ પટેલના પારિવારિક મિત્ર સુલેમાન ભાયાતે તેમની સાથેની બાળપણની જૂની યાદો વાગોળી
નવસારી : કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ઉર્ફે બાબુભાઇ ક્રિકેટની રમતમાં પણ અવ્વલ હતા. તેમના મિત્ર સુલેમાન ભાયાતે એમની સાથેની યાદો વાગોળતા દુ:ખી હૃદયે તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને જણાવ્યું હતું કે તેઓ અહેમદ પટેલના બહેનના દિકરાના લગ્નમાં મળ્યા હતા જે તેમની છેલ્લી મુલાકાત હતી.
![અહેમદ પટેલના પારિવારિક મિત્ર સુલેમાન ભાયાતે તેમની સાથેની બાળપણની જૂની યાદો વાગોળી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-02-ahmed-patel-smaran-rtu-gj10031_25112020142434_2511f_1606294474_344.jpg)
નવસારી ખાતે રહેતા અહેમદ પટેલના બહેન-બનેવી પણ શોકમગ્ન
નવસારી ખાતે રહેતા અહેમદ પટેલના બહેન મેમુનાબેન અને તેમના બનેવી ઇકબાલ ઉનીયા તેમના નિધનથી અત્યંત વ્યથિત થયા છે. તેઓ અંતિમ વિધિ માટે વહેલી સવારે પીરામણ ગામે જવા નીકળી ગયા હતા. ભારતીય રાજકારણમાં અનેક વર્ષો સુધી કોંગ્રેસનો દબદબો જાળવી રાખનાર અહેમદભાઇ મીડિયા સમક્ષ મોટેભાગે મૌન જ ધારણ કરતા અને તેમણે તેમના પરિવારને પણ રાજકીય ચમકદમકથી દૂર રાખ્યો હતો.