રાજ્યમાં મેધ મહેરને લઇને તણાઇ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં વધુ એક કિસ્સો જિલ્લાના ચીખલીના ચરી ગામે થયો છે જેમાં 65 વર્ષના એક વૃધ્ધ પાણીમાં તણાયા હતા. જેની આજ સુધી પણ કોઇ ભાળ ન મળતા તંત્ર દ્નારા NDRFની મદદ લેવાઇ હતી. જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં નવસારી જિલ્લાનો જીવાદોરી સમાન કેલ્યા ડેમની જળ સપાટી 111,95 મીટર પહોંચી હતી. જેની ઓવરફ્લો સપાટી 113,40 મીટર થતા પાણીની આવક 1307 ક્યુસેક જેટલી થઇ છે .
જયારે જુજ ડેમની જળ સપાટી 167,50 મીટર પહોંચી હતી. તેમજ ઓવરફ્લો સપાટી 167,85 મીટર હોય પાણીની આવક 1500 ક્યુસેક જેટલી નોંધાઈ છે. જેને લઇ નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા ,કાવેરી નદીમાં સ્તર વધતા જિલ્લાના વાંસદા,ચિખલી ,ગણદેવી તાલુકાના 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા 23 ગામોના લોકોને નદી કિનારા નજીક ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે.