ETV Bharat / state

નવસારીના સામુહિક આરોગ્ય કેન્દ્રને 300 ઓક્સિજન બેડ સાથે બનાવાયુ સેટેલાઇટ હોસ્પિટલ - 300 ઓક્સિજન બેડ

નવસારી જિલ્લામાં 10 સામુહિક આરોગ્ય કેન્દ્રો (Navsari Community health center)ને સેટેલાઇટ હોસ્પિટલ તરીકે ક્રિયાન્વિત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. જેના થકી ગ્રામ્ય કક્ષાએ જ 300 ઓક્સિજન બેડ સાથેની વિશેષ સુવિધા ઉભી થઇ છે.

નવસારીના સામુહિક આરોગ્ય કેન્દ્રને 300 ઓક્સિજન બેડ સાથે બનાવાયુ સેટેલાઇટ હોસ્પિટલ

author img

By

Published : Jan 26, 2022, 10:51 PM IST

નવસારી: નવસારી જિલ્લામાં વધતા કોરોના કેસને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેફરલ અને સિવિલ હોસ્પિટલોમાં સુવિધાઓ વધારવા સાથે જ ગ્રામ્ય સ્તરે આવેલા જિલ્લાના 10 સામુહિક આરોગ્ય કેન્દ્રો (Navsari Community health center)ને પણ સેટેલાઇટ હોસ્પિટલ તરીકે ક્રિયાન્વિત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. જેના થકી ગ્રામ્ય કક્ષાએ જ 300 ઓક્સિજન બેડ સાથેની વિશેષ સુવિધા ઉભી થઇ છે.

નવસારીના સામુહિક આરોગ્ય કેન્દ્રને 300 ઓક્સિજન બેડ સાથે બનાવાયુ સેટેલાઇટ હોસ્પિટલ

ઓક્સિજન બોટલ્સ, કોન્સન્ટેટર અને કોરોનાની દવાઓની પણ વ્યવસ્થા

નવસારી જિલ્લામાં જાન્યુઆરીના પ્રારંભથી જ કોરોના (Corona cases in navsari)રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. જિલ્લામાં 25 દિવસોમાં જ કોરોનાના 3300 કેસ નોંધાયા છે. જેને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ વધારવામાં આવી છે. ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્રો પર કોરોનાની વ્યવસ્થિત સારવાર મળી રહે એ રીતે ઇન્ફ્રસ્ટકચર ઉભુ કરવામાં આવ્યું છે. જિલ્લાની 10 CHC ને સેટેલાઇટ હોસ્પિટલ તરીકે વિકસિત કરવામાં આવી છે અને તેમને નજીકની રેફરલ કે સિવિલ હોસ્પિટલ (navsari civil hospital)સાથે જોડવામાં આવી છે. આ સેટેલાઇટ હોસ્પિટલો (Navsari satelite hospital)માં 30 ઓક્સિજન બેડની વ્યવસ્થા ઉભી કરતા જિલ્લામાં ગ્રામ્ય સ્તરે 300 ઓક્સિજન બેડની સુવિધા ઉભી કરાઇ છે. સાથે જ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી 10 લાખ રૂપિયાની દવાઓની ખરીદી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Republic Day 2022: RFC ખાતે ભવ્ય રીતે ત્રિરંગો ફરકાવ્યો, ચેરમેન રામોજી રાવે કર્યું ધ્વજારોહણ

આરોગ્ય વિભાગને સક્ષમ બનાવવા કવાયત

આરોગ્ય વિભાગ (Navsari health dept)ને કોરોના સામે સક્ષમ બનાવવા જિલ્લા કલેકટરની BMF ની ગ્રાન્ટ તેમજ આયોજન અને ટ્રાયબલની ગ્રાન્ટ પણ આરોગ્ય વિભાગ માટે આપવામાં આવી છે. જેમાંથી મલ્ટી પેરા મોનીટર, 500 ઓક્સિજન બોટલો, ઓક્સિજન કોન્સન્ટેટર મશીનો પણ ખરીદવામાં આવ્યા છે, જેથી કોરોનાની વિકટ સ્થિતિ ઉભી થાય, તો ગ્રામ્ય કક્ષાએ જ કોરોના દર્દીઓને સારવાર મળી શકે. સાથે જ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ જિલ્લાની તમામ CHC અને રેફરલ તથા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇને જરૂરી સુવિધાઓની પૂર્તતા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: સ્વામી સચિદાનંદને પદ્મભૂષણ: દેશના યુવાનોને આપી દેશ સેવાની આવી સલાહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.