નવસારી દેશને મળેલી અનમોલ આઝાદી બાદ દેશના નકશાને અખંડિત રાખનાર લોખંડી પુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ (Sardar Vallabhbhai Patel Death Anniversary )ને પાલિકા શાસકો જાણે ભૂલી ગયા હોય તેમ આજે (Sardar Vallabhbhai Patel death date ) નવસારી વિજલપોર નગરપાલિકા(Navsari Municipality ) ના પરિસરમાં મુકાયેલી સરદારની પ્રતિમા (Sardar Idol )પર ધૂળ જામેલી જોવા મળી હતી. કોંગ્રેસના કાર્યકરોએ આવીને પ્રતિમા ઉપર હારતોરા કર્યા હતાં અને ભાજપી શાસકો અને નવસારી વિજલપુર નગરપાલિકાના શાસકોની સરદાર વિરોધી નીતિને (Congress Melancholy ) વખોડી હતી.
આ પણ વાંચો સરદાર પટેલ પુણ્યતિથિ: 'ભારતના આયર્ન મેન' તરીકે ઓળખાતા સરદાર પટેલની કેટલી અજાણી વાતો
પ્રતિમાની સફાઈની કાળજી લેવાતી નથી નવસારી નગરપાલિકા કચેરી બહાર સ્થાપિત કરાયેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જાણે પાલિકાના શાસકો અને તંત્ર વિસરી ગયું હોય તેમ સરદારની પ્રતિમા (Sardar Idol ) સફાઈમાં કોઈ કાળજી લેવાતી નથી તેનો બોલકો પુરાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસી અગ્રણીઓ પ્રતિમાની સાફસફાઈ કરી હતી. શહેરના પૂર્વ પ્રમુખ દીપક બારોટ સહિત જગમલ દેસાઈ, નરેશ વલસાડીયા આગેવાનોએ પ્રતિમાને જોતા તેના ઉપર હાથ ફેરવતા ધૂળ જામી હોવાનું સ્પષ્ટ જોઈ શકાતું હતું.
આ પણ વાંચો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સરદારના નામે બાઇક રેલી, એકતાનો આપ્યો સંદેશ
સરદાર નિર્વાણ દિવસને લઇ શ્રદ્ધાંજલિ અર્પણ દેશ માટે બલિદાન આપનાર મહાન રાજનેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલની 15મી ડિસેમ્બર 1950 (Sardar Vallabhbhai Patel death date ) ના દિવસે અવસાન (Sardar Vallabhbhai Patel Death Anniversary )થયું હતું. ત્યારથી અત્યાર સુધી દરેક રાજકીય પાર્ટીઓએ તેમના જન્મદિવસ અને નિર્વાણ દિવસે તેમને યાદ કરે છે અને તેમની ભારતમાં જ્યાં પણસરદારની પ્રતિમા (Sardar Idol ) હોય ત્યાં હારતોરા કરવામાં આવે છે. પરંતુ નવસારી કોંગ્રેસે આક્ષેપો કર્યા હતાં કે સરદારના નામે વોટ લેનારી ભાજપ ગુજરાત રાજ્યમાં મહત્તમ વિધાનસભા સીટ જીત્યા બાદ પણ સરદારને ભૂલી ગઈ હોય તેમ આજની ઘટના પરથી જોઈ શકાતું હતું.