નવસારી: રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા બાળકો આંતર રમતોને બદલે બાહ્ય રમતો રમતા થાય અને તેમનામાં ભેગા મળી રમવાની, પારિવારિક ભાવ કેળવાય એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે ધમાલ ગલીનું આયોજન કર્યું હતું. જેમાં દોરડા ખેંચ, લીંબુ ચમચી, કોથળા કૂદ, દોડ, માઈન્ડ ગેમ્સ, 7 કુંડાળા જેવી અનેક રમતો સાથે જ ઝુંબા ડાન્સમાં શહેરના 1500 થી વધુ બાળકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા ધમાલ ગલીનું આયોજન: આ મોબાઈલ યુગમાં બાળક ઘણીવાર સંયુક્ત પરિવારમાં રહેતો હોવા છતાં પણ મોબાઈલને લઈને પોતાના રૂમથી બહાર પણ આવતો ના હોય એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. જેથી કરી પરિવારમાં ભળવાનું કલ્ચર મહદ અંશે ઓછું થતું જાય છે ક્યારેક બાળક બાહ્ય રમતોમાં પોતાની રુચિ ન દાખવતા બાળકો ટીવી અને મોબાઇલમાં પોતાની વધુ પડતી રૂચીને કારણે બાળકોમાં મેદસ્વિતા પણ હાવી થતી હોય છે ત્યારે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા બાળકો આંતર રમતોને બદલે બાહ્ય રમતો રમતા થાય અને તેમનામાં ભેગા મળી રમવાની, પારિવારિક ભાવ કેળવાય એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે ધમાલ ગલીનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો Shree Somnath Jyotirling Temple: શિવભક્તો સોમનાથ મહાદેવ પર કરી શકશે બિલ્વનો અભિષેક
વધુ પડતા મોબાઈલ વાપરવાથી નુકસાન: આધુનિકતાની દોડમાં આજકાલ બાહ્ય રમતો ભુલાઈ રહી છે. બાળકો શાળાએથી ઘરે આવતા જ ટીવી ઉપર કાર્ટૂન અને મોબાઈલ પર સોશિયલ સાઈટ્સ પર વીડિયો અને ગેમ્સ રમતા રહે છે. જેને કારણે બાળકોમાં બાહ્ય રમતો પ્રત્યે રુચિ ઓછી જોવા મળે છે. સતત ટીવી અને મોબાઈલના ઉપયોગને કારણે બાળકોમાં આંખની સમસ્યા તેમજ ઓબેસિટીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ઘણીવાર બાળક ડિપ્રેશનનો શિકાર બને છે અને મોબાઇલને કારણે વલ્ગર વિડીયો જોઇને ખોટા રસ્તા પર જતા હોવાની ફરીયાદો પણ વધી છે. અનેક એવી મોબાઈલ ગેમોના માધ્યમથી બાળક પોતાના અભ્યાસક્રમ પણ છોડી એ મોબાઇલ ગેમમાં પોતાની રુચિ વધારે દાખવતો હોય છે.
આ પણ વાંચો Vadodra news: વહેલી સવારે શરૂ થતી શાળાઓના સમયમાં ફેરફાર, જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો
બાળકોને આવી મજા: જ્યારે બાળકો જોડે વાત કરતા બાળકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધી અમે મોબાઈલ અને ટીવીમાં જ તરબોળ હતા પણ આજે બાહ્ય રમતોથી અમને અલગ એનર્જી મળી છે. બીજી તરફ જૂની રમતો જે રમતોના અમને નામ પણ ખબર ન હતા તેવી રમતો જોઈ અને રમીને અમને મોબાઈલ અને ટીવી કરતાં આ રમતોમાં વધુ ઇન્ટરેસ્ટ આવ્યો છે. મોટી સંખ્યામાં આવેલા વાલીઓએ પણ પોતાના બાળકોને બાહ્ય રમતોમાં રમતા જોઈ ઘણો આનંદ થયો હતો. બીજી તરફ વાલીઓએ આ પ્રકારના આયોજન વર્ષમાં એકવાર નહીં પણ વારંવાર થાય એવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે બાળકોએ મોબાઈલ અને ટીવીથી કંઈ અલગ રમતો રમવા મળી, એને ખૂબ માણી અને મજા સાથે ધીંગા મસ્તી કરી હતી.