ETV Bharat / state

જાણો આદિવાસીમાં પ્રચલિત જમણેથી ડાબે ફરતી ઘડિયાળ પાછળના તર્ક વિશે...

નવસારી: કુદરતના ખોળે વસેલો આદિવાસી સમાજ આજે પણ પોતાની પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખી છે. પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમાજ પ્રકૃતિમાંથી જ પ્રેરણા લે છે અને પ્રકૃતિના નિયમોને આજે પણ પાળવા માટેના પ્રયત્નો કરે છે. આધુનિકતાની દોડમાં પોતાની રુઢીગત પરંપરાઓને પુરી નિષ્ઠા સાથે વળગી રહેલા આદિવાસીઓનાં સાંસ્કૃતિક વારસાને જાણીએ. છેલ્લા થોડાક વર્ષોમાં આદિવાસીઓમાં ઝડપથી પ્રચલિત થયેલી આદિવાસી ઘડિયાળ અને તેના નિર્માણ પાછળનો તર્ક પણ કુદરત સાથે જ જોડાયેલો છે. આવો ત્યારે આદિવાસી ઘડિયાળને જાણીએ.

watch
author img

By

Published : Sep 16, 2019, 7:46 PM IST

દુનિયામાં સમય બતાવતી ઘડિયાળના કાંટાઓ ડાબેથી જમણી દિશામાં ફરે છે, ત્યારે નવસારીમાં જમણેથી ડાબે ફરતા કાંટા વાળી એટલે ઉંધી ફરતી આદિવાસી ઘડિયાળ આશ્ચર્ય પમાડે છે. આદિવાસીઓની આ ઘડિયાળ પણ પ્રકૃતિના નિયમ આધારિત હોવાની અને તેના પાછળનો તર્ક પણ પ્રાકૃતિક હોવાનુ જાણવા મળે છે. પ્રકૃતિપ્રેમી આદિવાસીઓનાં મતે જે રીતે આપણી પૃથ્વી એની ધરી પર જમણેથી ડાબે ફરે છે, જે રીતે પાણીમાં થતા વમળો અને હવામાં ફુંકાતો વંટોળ પણ જમણેથી ડાબે ફરે છે. ખાસ કરીને આદિવાસીઓ જે પરંપરાગત અનાજ દળવાની બે પત્થરોની ઘંટીનો ઉપયોગ કરે છે, એ પણ જમણેથી ડાબે જ ફરતી હોય છે. જેથી આદિવાસી ઘડિયાળ જમણેથી ડાબે ફરીને સાચો સમય બતાવે છે, ત્યારે આદિવાસી ધારાસભ્યના મુખેથી જ જાણીએ શું છે? આ જગથી નોખી આ આદિવાસી ઘડિયાળનાં નિર્માણ પાછળનો તર્ક.

જાણો આદિવાસીમાં પ્રચલિત જમણેથી ડાબેથી ફરતી ઘડિયાળ પાછળના તર્ક વિશે

કુદરતનાં ખોળામાં ઉછરતો આદિવાસી આજે પણ પોતાના રીત રિવાજોમાં, સારા-નરસા પ્રસંગોએ કર્ણપ્રિય એવા પોતાના પરંપરાગત જુના વાજિંત્રોનાં તાલે ઝુમીને પ્રકૃતિની મજા લુંટે છે. પોતાની ભાતીગળ પરંપરાઓથી ઓળખાતો અને જીવતો આદિવાસી સમાજ મુખ્યત્વે ખેતી પર નિર્ભર રહ્યો છે. બંધારણમાં આદિવાસીઓને વિશેષાધિકારો આપવામાં આવ્યા છે, તેમ છતા આદિવાસીઓ વૈશ્વિક આડંબરથી દુર કુદરતના ખોળે રહીને પ્રકૃતિના પૂજન અને તેની અનુભૂતિ કરીને દુનિયાથી નોખો રહ્યો છે અને પોતાની સંસ્કૃતિને અમરત્વ આપ્યું છે.

Intro:સ્પેશ્યિલ સ્ટોરી એપ્રુવ
(વિહાર સર)

કુદરતના ખોળે વસેલો આદિવાસી સમાજ આજે પણ પોતાની પ્રાચીનતમ સંસ્કૃતિને જાળવીને બેઠો છે. પ્રકૃતિ પ્રેમી આ સમાજ પ્રકૃતિમાંથી જ પ્રેરણા લે છે અને પ્રકૃતિના નિયમોને આજે પણ પાળવા માટેના પ્રયત્નો કરે છે. આધુનિકતાની તેજ દોડમાં પોતાની રૂઢીગત પરંપરાઓને પુરી નિષ્ઠા સાથે વળગી રહેલા આદિવાસીઓ આદિવાસીઓના સાંસ્કૃતિક વારસાને જાણીએ. ખાસ કરીને છેલ્લા થોડા વર્ષોમાં આદિવાસીઓમા ઝડપથી પ્રચલિત થયેલી આદિવાસી ઘડિયાળ અને તેના નિર્માણ પાછળનો તર્ક પણ કુદરત સાથે જ જોડાયેલો છે. આવો ત્યારે આદિવાસી ઘડિયાળને જાણીએ.અમારા સંવાદદાતા ભાવિન પટેલનો એહવાલ...

પ્રાકૃતિક નિયમોને માનનારો અને તેના પાલન પાછળ પોતાનુ આખુય આયુખુ ઘસી નાંખનારો સમાજ એટલે આદિવાસી. દુનિયામાં સમય બતાવતી ઘડિયાળોના કાંટાઓ ડાબેથી જમણી દિશામાં (ક્લોક વાઇઝ) ફરે છે, ત્યારે નવસારીમાં જમણેથી ડાબે (એંટીક્લોક વાઇઝ) ફરતા કાંટાઓવાળી એટલે ઉંધી ફરતી આદિવાસી ઘડિયાળ આશ્ચર્ય પમાડે છે. આદિવાસીઓની આ ઘડિયાળ પણ પ્રકૃતિના નિયમ આધારિત હોવાની અને તેના પાછળનો તર્ક પણ પ્રાકૃતિક હોવાનુ જાણવા મળ્યો. પ્રકૃતિપ્રેમી આદિવાસીઓના મતે જે રીતે આપણી પૃથ્વી એની ધરી પર જમણેથી ડાબે ફરે છે, જે રીતે પાણીમાં થતા વમળો અને હવામાં ફુંકાતો વંટોળ પણ જમણેથી ડાબે ફરે છે. અને ખાસ કરીને આદિવાસીઓ જે પરંપરાગત અનાજ દળવાની બે પત્થરોની ઘંટીનો ઉપયોગ કરે છે, એ પણ જમણેથી ડાબે જ ફરતી હોય છે. જેથી આદિવાસી ઘડિયાળ જમણેથી ડાબે ફરીને સાચો સમય બતાવે છે. ત્યારે આદિવાસી ધારાસભ્યના મુખેથી જ જાણીએ શું છે આ જગથી નોખી આ આદિવાસી ઘડિયાળના નિર્માણ પાછળનો તર્ક.

Body:પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ભારતનો મોટા ભાગનો સમાજ ભારતીય સંસ્કૃતિથી વિમુખ થઇ રહ્યો છે, ત્યારે આદિમ કહેવાતા આ આદિવાસીઓ આજે પણ પોતાની સંસ્કૃતિ અને સંસ્કારોને ભુલ્યા નથી. શહેરોની ચકાચોંધમા ખોવાતો સમાજ ડીજેના તાલે નાચતો જણાશે, પરંતુ કુદરતના ખોળામાં ઉછરતો આદિવાસી આજે પણ પોતાના રીત રિવાજોમાં, સારા-નરસા પ્રસંગોએ કર્ણપ્રિય એવા પોતાના પરંપરાગત જુના વાજિંત્રોના તાલે ઝુમીને પ્રકૃતિની મજા લુંટે છે.

Conclusion:પોતાની ભાતીગળ પરંપરાઓથી ઓળખાતો અને જીવતો આદિવાસી સમાજ મુખ્યત્વે ખેતી પર નિર્ભર રહ્યો છે. બંધારણમાં આદિવાસીઓને વિશેષાધિકારો આપવામાં આવ્યા છે, તેમ છતા આદિવાસીઓ વૈશ્વિક આડંબરથી દુર કુદરતના ખોળે રહીને પ્રકૃતિના પૂજન અને તેની અનુભૂતિ કરીને દુનિયાથી નોખો રહ્યો છે અને પોતાની સંસ્કૃતિને અમરત્વ આપ્યુ છે.

બાઈટ 1:હિરલબેન નાયક.

બાઈટ 2: અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા વિધાનસભા, નવસારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.