નવસારી : નવસારી જિલ્લામાં મેઘરાજાએ તાંડવ કરતા ત્રણેય (Gujarat Rain Update) નદીઓ સ્થિતિ ભયનકર સામે આવી છે. અંબિકા, કાવેરી અને પૂર્ણાંમાં મિજાજ બગડતા પુરની સ્થિતિ બનતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલે કામગીરી હાથ ધરવામાં (Moonsoon Gujarat 2022) આવી હતી. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો : Rain in Navsari: શહેરમાં ભારે વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય, તંત્ર ક્યારે કરશે કામગીરી?
3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર - અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેની સાથે જ આજે પણ ઉપરવાસમાં વધુ વરસાદને જોતા અંબિકા નદીમાં જળસ્તર વધવાની સંભાવનાને જોતા જિલ્લા કલેક્ટર સહિતનું સમગ્ર (Rain In Gujarat) તંત્ર ગણદેવી તાલુકામાં તેનાત થયું છે. સાથે જ જિલ્લામાં બે NDRFની ટીમ રાખવામાં આવી છે, જેમાની એક હાલ વલસાડ છે. જે સાંજ સુધીમાં (Gujarat Weather Prediction) નવસારીમાં આવી પહોંચશે.
આ પણ વાંચો : મુખ્ય સચિવે લીધી મુખ્ય કન્ટ્રોલ રૂમની મુલાકાત, શહેરીજનોને કરી અપીલ
સહયોગ આપવા વિનંતી - આ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓ સાથે પણ જિલ્લા (Rain in Navsari) કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મુલાકાત કરી હતી. પુરની સ્થિતિમાં મદદરૂપ થવા સહકાર માંગ્યો હતો. સાથે જ કલેકટરે જિલ્લાના લોકોને તંત્રને સહકાર આપવા અને અસરગ્રસ્ત વિસ્તારના લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રને સહયોગ આપવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા હોય છે. જેથી લોકોને મુશ્કેલીનો માર સહન કરવો પડે છે.