ETV Bharat / state

નવસારીમાં વર્ષોથી અટવાયેલો રેલવે ઓવરબ્રિજ 114 કરોડના ખર્ચે થશે સાકાર

નવસારીમાં વર્ષોથી અટવાયેલા બે મોટા પ્રોજેક્ટો રેલવે ઓવરબ્રિજ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે ભૂમી પૂજન થતા શહેરની ટ્રાફિક સમસ્યા અને નદીમાં પ્રદુષણની સમસ્યાનું નિરાકરણ આવશે.

નવસારીમાં વર્ષોથી અટવાયેલો રેલવે ઓવરબ્રિજ 114 કરોડના ખર્ચે થશે સાકાર
નવસારીમાં વર્ષોથી અટવાયેલો રેલવે ઓવરબ્રિજ 114 કરોડના ખર્ચે થશે સાકાર
author img

By

Published : Jan 23, 2021, 7:51 AM IST

  • નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે થયું ભૂમી પૂજન
  • ઓવરબ્રિજને 18 મહિનામાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ
  • 74 કરોડના ખર્ચે બનનારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ થયું ભૂમિ પૂજન

નવસારી : નવસારીમાં વર્ષોથી અટવાયેલા બે મોટા પ્રોજેક્ટો રેલવે ઓવરબ્રિજ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આજે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે ભૂમી પૂજન થતા શહેરની ટ્રાફિક સમસ્યા અને નદીમાં પ્રદુષણની સમસ્યાનું નિરાકરણ આવશે.

નવસારીમાં વર્ષોથી અટવાયેલો રેલવે ઓવરબ્રિજ 114 કરોડના ખર્ચે થશે સાકાર

ત્રણ વાર ડિઝાઇન બદલાઇ, એસ્ટીમેટ પણ વધ્યુ

ભારત સરકારના માલગાડીઓ માટેના વિશેષ દાદરીથી મુંબઇ સુધીના ડેડીકેટેડ ફ્રેટ કોરિડોરના નિર્માણમાં રેલવે લાઇન પાર આવતી તમામ ફાટકોને માનવ રહિત કરવાની યોજના છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત ગ્રાન્ટમાંથી ફટકો પર ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરાયું હતું. પરંતુ નવસારી શહેરમાં ફાટક નંબર 127 પર બનનારા ઓવરબ્રિજની કામગીરી ડિઝાઇન અને રાજકિય ઇચ્છા શક્તિના અભાવે અટવાઇ હતી. સરકારી ગ્રાન્ટ આવી હોવા છતાં ત્રણ વાર ડિઝાઇન બની પણ ઓવરબ્રિજ કાગળોમાં જ રહ્યો હતો. જોકે, નવસારીના સાંસદ સી. આર. પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ અટકેલા ઓવરબ્રિજની ટેક્નિકલ અને આર્થિક સમસ્યાનું સમાધાન આવતા પ્રકાશ ટોકીઝ નજીક સાંસદ પાટીલના હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોનું બજેટ 70 કરોડ હતું, તેની જગ્યાએ વિશેષ મંજુરી હેઠળ 114 કરોડની ગ્રાન્ટ મંજુર થતા નવસારીને યુ આકારમાં ઓવરબ્રિજ મળ્યો છે, જે આગામી 18 મહિનામાં પૂર્ણ થશે.

દૂષિત પાણીને ટ્રીટ કરીને પૂર્ણમાં છોડાતા નદીમાં પ્રદુષણ ઘટશે

નવસારી નગર પાલિકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની યોજના પણ વર્ષો અગાઉ બનાવાઈ હતી. પરંતુ જગ્યાના અભાવે પ્લાન્ટ સાકાર થઈ શક્યો ન હતો. ગત વર્ષે જિલ્લા કલેક્ટરે વિરાવળ ગામે પૂર્ણાં નદી કિનારે 16 હજાર ચોરસ મીટર જગ્યા ફાળવી હતી. જ્યાં 74 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાકાર થશે. જેથી હાલ જે નવસારી શહેરનું દૂષિત પાણી જે સિધુ પૂર્ણાં નદીમાં ભળતા નદી પ્રદુષિત થઈ રહી છે, એનો અંત આવશે અને નદી પ્રદૂષણમુક્ત થશે.

વિજલપોરના વોટર પ્લાન્ટમાં 80 લાખના ખર્ચે શરૂ થશે સોલાર પ્રોજેકટ

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિજલપોર વિસ્તારમાં ચંદન તળાવમાં આવેલા વોટર પ્લાન્ટ પર સરકાર દ્વારા સોલાર પેનલો લગાવી વીજ ઉત્પાદનનો પ્રોજેકટ કાર્યરત કરવામાં આવશે. જેમાં ચંદન તળાવના કિનારે બનેલ પ્લાન્ટ પર 146 કિલો વોટનો સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે.

ભાજપના કાર્યક્રમોમાં થતી ભીડમાં કુછ તો લોગ કહેગેં પર પાટીલે સેવ્યું મૌન

ગુજરાતમાં સ્થાનિય સ્વરાજ્યની ચુંટણી જીતવા માટે ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે પેજ કમિટીનું બ્રહ્માસ્ત્ર ઉગામ્યુ છે. જોકે, કોરોના કાળમાં સરકારી ગાઈડલાઈન હોવા છતાં ભાજપીઓ પેજ પ્રમુખોના આઈ-કાર્ડ આપવા ભીડ ભેગી કરી કાર્યક્રમો યોજી રહ્યા છે. જેમાં ગત રોજ સુરતના મજુરામાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખે કોરોનામાં ભીડ ભેગા કરવા મુદ્દે કુછ તો લોગ કહેગેં લોગો કા કામ હૈ કહેના ગીતના શબ્દો ઉચ્ચાર્યા હતા. જે શબ્દો મુદ્દે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને ETV BHARAT એ પ્રશ્ન પૂછતાં તેમણે મૌન સાધી ચાલતી પકડી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.