ETV Bharat / state

નવસારીની પુજાએ કોસ્મેટિક મેકઅપમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મેળવી માતાનું સપનું પૂર્ણ કર્યું - cosmetic makeup

નવસારીમાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી 21 વર્ષીય પુજા દેસાઈએ માતાના સપનાને પૂર્ણ કરવા કોસ્મેટિક મેકઅપમાં નિપુણતા મેળવ્યા બાદ ગત વર્ષે 8 કલાકમાં 55 યુવતીઓને મેકઅપ કરી, ગિનીસ વર્લ્ડ રેકોર્ડના નામ નોંધાવ્યું છે. આ સાથે જ પુજાએ પોતાની માતાનું સપનું પૂર્ણ કર્યું છે.

Navsari
Navsari
author img

By

Published : Oct 14, 2020, 7:42 AM IST

નવસારી : સામાજિક જવાબદારીઓમાં ઘેરાયેલા માતા-પિતા પોતાના સપનાઓને પાંખો આપી શકતા નથી, ત્યારે પોતાના સંતાનો તેમના સપનાઓ જીવે એવી આશા પણ સેવતા હોય છે. આવું જ કંઈ નવસારીમાં જોવા મળ્યુ છે, બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી માતાના સપનાને પૂર્ણ કરવા 21 વર્ષીય પુજા દેસાઈએ કોસ્મેટિક મેકઅપમાં નિપુણતા મેળવ્યા બાદ ગત વર્ષે 8 કલાકમાં 55 યુવતીઓને મેકઅપ કરી, ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામે કર્યો છે.

Navsari
નવસારીની પુજાએ કોસ્મેટિક મેકઅપમાં મેળવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

વર્ષોથી બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે જોડાયેલી પોતાની માતાથી પ્રેરિત થઈ કોસ્મેટિક મેક ઓવરમાં ડીગ્રી મેળવનારી પુજા યશવંત દેસાઈએ રાષ્ટ્રીય કક્ષાએ મેકઅપને લગતી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને પ્રમાણપત્રો મેળવ્યા હતા. જો કે, માતાનું અધુરૂ સપનું સાકાર કરવા અને પોતાનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુકવાની આશા સાથે પુજાએ ગત વર્ષે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલા 8 કલાકમાં 32 યુવતીઓને કોસ્મેટિક મેકઅપનો રેકોર્ડ તોડવાનો પ્રયાસ કર્યો હતો.

પુજાએ 15 સપ્ટેમ્બર 2019ના દિવસે ગિનીસ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા આપવામાં આવેલા ધારાધોરણો મુજબ સતત 8 કલાક 55 યુવતીઓને કોસ્મેટિક મેકઅપ કર્યો હતો. જેને હાલમાં જ ગિનીસની ટીમે માન્યતા આપી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ 2021માં સ્થાન આપ્યું છે.

નવસારીની પુજાએ કોસ્મેટિક મેકઅપમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મેળવી માતાનું સપનું પૂર્ણ કર્યું

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મેળવવા માટે પુજાએ આકરી મહેનત કરી હતી. શરૂઆતમાં પુજા એક મેકઅપ કરવામાં 10 મિનિટથી વધુ સમય લેતી હતી. જેથી તેણે સમય ધટાડવા માટે અનેક યુવતીઓને મેકઅપ કરીને પ્રેક્ટિસ કરી હતી અને એક યુવતીને 4 મિનિટમાં મેકઅપ કરવાની કુશળતા કેળવી હતી. જેના ફળ સ્વરૂપે પુજા દેસાઈએ વિશ્વ ફલક પર પોતાનું નામ અંકિત કર્યું છ. આ સાથે જ નવસારીને પણ ગૌરવ અપાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.