ETV Bharat / state

વિદેશી દારૂ સાથે મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

નવસારીમાં પોલીસે વિદેશી દારૂ સાથે મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ દરોડા પાડી સપાટો બોલાવ્યો હતો. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ. Navsari foreign liquor case, Foreign liquor seized in Gujarat, liquor sale in gujarat

વિદેશી દારૂ સાથે મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા
વિદેશી દારૂ સાથે મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા
author img

By

Published : Aug 27, 2022, 10:46 AM IST

નવસારી બોટાદ લઠાકાંડ કેસ બાદ પણ ગુજરાતમાં દારૂને લઈને સતત સમાચાર સામે આવ્યા રાખે છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં દારૂને લઈને પોલીસ પણ હવે કડક થઈ છે. તો હજી કેટલાક વિસ્તારમાં પોલીસના હાથ નીચેથી દારૂનું વેચાણ થતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે નવસારી પોલીસ નશીલા પદાર્થને લઈને હવે વધુ કડક બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ટુંક સમય પહેલા હજુ નવસારી SOG એ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. તો હાલ નવસારીમાં પોલીસે વિદેશી દારૂ સાથે ત્રણ (Liquor seized from Kagdiwad area) લોકોની ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો ભાજપ જ દારૂ વેચાવી કમિશન મેળવતું હોવાનો AAPનો આક્ષેપ

કેવી રીતે પકડાયો દારૂ શહેર અને જિલ્લામાં બુટલેગરો છૂટથી દારૂનું વેચાણ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે રાજ્ય પોલીસવડાના માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ (State Monitoring Cell) દ્વારા અવારનવાર શહેરમાં હાઉસ રેડ કરવામાં આવે છે. ત્યારે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા કાગદીવાડ વિસ્તારમાં નેહરુનગરમાં એક મકાનમાં દારૂ વેચાતો હોવાની વાતની સ્ટેટ મોનીટરીંગ સેલના (State Monitoring Cell Raid) અધિકારીઓને બાતમી મળતા રેડ કરી સપાટો બોલાવ્યો હતો. જેમાં રહીમ રજાક શેખ, શાંતા હળપતિ અને કનૈયાલાલ ઠાકોર મળી કુલ 3 આરોપીની ધરપકડ સાથે દારૂનો જથ્થો પહોચાડનાર સીમા નામની મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત નવનિર્માણ સેના દારૂ બંધીનો મુદ્દો પ્રજા સમક્ષ મુકશે

પોલીસે કર્યો મુદ્દામાલ કબ્જે પોલીસને રેડમાં વિદેશી દારૂની નાની મોટી બોટલ, બિયર ટીન મળી 76,600 રૂપિયાની 693 નંગ, અંગજડતીમાંથી મળેલા રૂપિયા અને મોબાઈલ મળી કુલ 90,600 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. રેડનો આ સમગ્ર કેસ જલાલપુર પોલીસમાં દાખલ કરીને PI એન.એમ આહીરને તપાસ સોંપવામાં આવી છે. જેમાં ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે તેવી શક્યતા સેવાઇ રહી છે. Navsari foreign liquor case, Foreign liquor seized in Gujarat, liquor sale in gujarat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.