ETV Bharat / state

નવસારી કલેકટરના પીએ કોરોના પોઝિટિવ, જિલ્લામાં કુલ 19 કોરોના પોઝિટિવ કેસ

નવસારી જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં પાછલા 10 દિવસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં બુધવારે સવારે નવા કોરોનાના 19 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાં નવસારી જિલ્લા કલેક્ટરના પીએ પણ કોરોના પોઝિટિવ આવતા તંત્ર સાબદું થયું છે.

author img

By

Published : Jul 1, 2020, 10:21 AM IST

Navsari
નવસારી

નવસારી: જિલ્લામાં કોરોનાના વધતા વ્યાપને જોતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે. જેમાં પણ સુરત આવન-જાવન કરતા લોકોને વિશેષ સાવચેતી રાખવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. જેમાં જિલ્લામાં જુલાઈના પ્રથમ દિવસે જ કોરોનાના 19 પોઝિટિવ કેસો સામે આવ્યાં હતાં. જેમાં ઘણાની ટ્રાવેલ હિસ્ટ્રી સુરત હોવાનું સામે આવ્યું છે, તો કેટલાક લોકલ ટ્રાન્સમિશનના કેસો છે.

  • નવસારી જિલ્લા કલેકટરના પીએ કોરોના પોઝિટિવ
  • જુલાઈના પ્રથમ દિવસે કોરોનાના 19 પોઝિટિવ કેસ નોંંધાયા
  • કોરોનાના કેસમાં વધારો થતો આરોગ્ય તંત્ર દોડતું થયું

નવા આવેલા કોરોના પોઝિટિવ કેસોમાં નવસારી કલેકટરના પીએ અને શહેરના અભિલાષા બંગ્લોઝમાં રહેતા દિવાકર બધેકા અને તેમના પત્ની બંને કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેને લઈને તંત્ર વધારે સતર્ક થયું છે. આ સાથે જ જિલ્લા કલેકટર સહિત કલેક્ટર કચેરીના સ્ટાફે પણ સેલ્ફ ક્વોરોન્ટાઇન થવું પડે એવી સ્થિતિ બની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.