ETV Bharat / state

નવસારીના હાઇવે નં.48 પરના પાન પાર્લરમાંથી ઇ-સિગારેટ સાથે એકની ધરપકડ - Navasar news

નવસારીમાં નેશનલ હાઇવે નં. 48 પર ધોળાપીપળા ગામ નજીક આવેલા પાન પાર્લરમાંથી SOG પોલીસે પ્રતિબંધિત ઇ-સિગારેટ(હુક્કા) અને ફ્લેવરની બોટલો સાથે દુકાનદારની ધરપકડ હતી.

ઇ-સિગારેટ સાથે પકડાયેલો આરોપી
ઇ-સિગારેટ સાથે પકડાયેલો આરોપી
author img

By

Published : Mar 23, 2021, 2:21 PM IST

  • સરકારે ઇ-સિગારેટ(હુક્કા) પર પ્રતિબંધ લાગાવ્યો છે
  • પ્રતિબંધ હોવા છતાં પાન પાર્લર પર ઇ-સિગારેટ મળતી
  • ઇ-સિગારેટ સાથે ફ્લેવરની બોટલો પણ જપ્ત કરાઈ

    નવસારી : શહેરમાં પ્રતિબંધિત કરવામાં આવેલ ઇ-સિગારેટ એટલે હુક્કાઓ અને અલગ-અલગ ફ્લેવરની બોટલો પણ મળી રહી છે. આ દરમિયાન નવસારી SOG પોલીસની ટીમને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે નં. 48 પર નવસારી તાલુકાના ધોળા પીપળા ગામ નજીક આવેલ પાન પાર્લરમાં પ્રતિબંધિત ઇ-સિગારેટનું વેચાણ થાય છે.

આ પણ વાંચો : ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકનારા બિલને લોકસભાએ મંજૂરી આપી

6 હજાર રૂપિયાના ત્રણ ઇ-સિગારેટ(હુક્કા)ના બોક્સ મળ્યા

પોલીસે પાન પાર્લર પર છાપો મારતા 6 હજાર રૂપિયાના ત્રણ ઇ-સિગારેટ(હુક્કા)ના બોક્સ મળી આવ્યા હતા. જ્યારે અલગ-અલગ ફ્લેવરની પાંચ બોટલો પણ પોલીસે જપ્ત કરી હતી. આ ઘટના સ્થળેથી દુકાનદાર મહમદ અબ્દુલ ચારોલિયાની ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ઇ-સિગારેટ(હુક્કા) રાખવા તથા વેચાણ કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે ધ પ્રોહિબિશન ઓફ ઇ-સોગારેટ એક્ટ હેઠળ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાવીને આગળની તપાસ ગ્રામ્ય પોલીસને સોંપી છે.

આ પણ વાંચો : ઇ સિગારેટ જેવા ગંભીર વિષયમાં સદનમાં માત્ર 60 ધારાસભ્ય હાજર: રાજેન્દ્ર ત્રિવેદી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.