ETV Bharat / state

ચીખલીમાં 1 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકની ધરપકડ - થર્ટી ફર્સ્ટ

ચીખલી પોલીસે હાઇવે પરથી દારૂની હેરાફેરી રોકવા માટે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં તપાસ દરમિયાન સમરોલીનો બુટલેગર વેચવા માટે 1 લાખ રૂપિયાનો વિદેશી દારૂ લઇને આવતો હતો, જે પારડીના બુટલેગરે ભરાવી આપ્યો હતો. આ મામલે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યો છે.

Breaking News
author img

By

Published : Jan 1, 2021, 7:47 AM IST

  • થર્ટી ફર્સ્ટની પાર્ટીને ધ્યાને લઇ દમણથી વિદેશી દારૂની હેરાફેરી
  • પોલીસની સઘન તપાસ દરમિયાન દારૂ ભરેલી કાર પકડાઇ
  • પોલીસે દારૂ ભરાવી આપનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો

    નવસારી: વર્ષ 2020ના અંતિમ દિવસે થર્ટી ફર્સ્ટની પાર્ટી કરી લોકો કાયદાનો ભંગ ન કરે એટલે નવસારી જિલ્લા પોલીસ એક્ટીવ બની છે. જેમાં ચીખલી પોલીસે હાઇવે પરથી દારૂની હેરાફેરી રોકવા માટે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં તપાસ દરમિયાન સમરોલીનો બુટલેગર વેચવા માટે 1 લાખ રૂપિયાનો વિદેશી દારૂ લઇને આવતો હતો, જે પારડીના બુટલેગરે ભરાવી આપ્યો હતો. આ મામલે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યો છે.

થર્ટી ફર્સ્ટે પર દારુ વેચવા માટે લઈ જતા ઈસમની ધરપકડ

થર્ટી ફર્સ્ટની પાર્ટી મોટા પાયે અને ચોરી છુપી યોજાતી હોય છે. જેમાં પણ નવસારીના નજીકના દમણથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ નવા વર્ષને આવકારવા માટેની યોજાતી પાર્ટીઓમાં પહોંચાડતો હોય છે. પરંતુ થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખીને એલર્ટ બનેલી ચીખલી પોલીસે ગુરૂવારે ચીખલી ચાર રસ્તા પાસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યુ હતુ. તપાસ દરમિયાન વલસાડ તરફથી આવેલી સફેદ રંગની ઇકો કારને અટકાવી તપાસ કરતા તેમાંથી ૧,૦૩,૩૫૦ રૂપિયાની વ્હીસ્કી-બીયરની કુલ ૪૧૩ બાટલીઓ મળી આવી હતી.

પોલીસે કાર ચાલક અને ચીખલીના સમરોલી ગામે કાળા પુલ નજીક રહેતા ધર્મેશ ઠાકોરભાઇ પટેલ (૩૧) ની દારૂની હેરાફેરી કરવાના ગુનામાં ધરપકડ કરી છે. આરોપી ધર્મેશની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો વલસાડના પારડી ગામે રહેતા કિરણ જોગીએ ભરાવી આપ્યો હતો અને ધર્મેશ પોતાના ઘરેથી વેચાણ કરવા લાવ્યો હતો. જેથી પોલીસે કિરણ જોગીને વોન્ટેડ જાહેર કરી ઘટનાસ્થળેથી વિદેશી દારૂ સાથે 2 લાખ રૂપિયાની કાર, 5 હજાર રૂપિયાનો મોબાઇલ ફોન મળી કુલ ૩.૦૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે જ ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.