ETV Bharat / state

નવસારીની સગીરા પ્રેમી યુવાન સાથે ભાગી, માતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કરી યુવાનની ધરપકડ - સગીરા પ્રેમી સાથે ભાગી

નવસારીની અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી સગીરાને સુરતના મજુર યુવાન સાથે ઓનલાઇન પ્રેમ થયો. આંધળા પ્રેમમાં યુવાન સગીરાને ભગાડી જતા તેની માતાએ નવસારી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 5 દિવસે પ્રેમી પંખીડાને શોધી આરોપી પ્રેમી યુવાનની ધરપકડ કરી છે.

cx
cx
author img

By

Published : Dec 28, 2020, 7:38 AM IST

  • નવસારીમાં અંગ્રેજી માધ્યમમાં ભણતી સગીરાને ઇન્સ્ટાગ્રામ થકી થયો ઓનલાઇન પ્રેમ
  • સગીરાને ભોળવી મજુર યુવાન ભગાડી જતા માતાએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ
  • પોલીસે બંનેની કરી ધરપકડ

નવસારી: નવસારીની અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી સગીરાને સુરતના મજુર યુવાન સાથે ઓનલાઇન પ્રેમ થયો. આંધળા પ્રેમમાં યુવાન સગીરાને ભગાડી જતા તેની માતાએ નવસારી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 5 દિવસે પ્રેમી પંખીડાને શોધી આરોપી પ્રેમી યુવાનની ધરપકડ કરી છે.

ઈન્સ્ટાગ્રામ પર સુરતના મજુર યુવાનથી આકર્ષાઇ સગીરા તેની સાથે ભાગી

ઝડપથી વિકસી રહેલી ઈન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયાએ વિશ્વને આંગળીના ટેરવે લાવી મુક્યુ છે. ઈન્ટરનેટ કનેક્ટીવી વધતા અને સોશ્યલ સાઇટ્સ વધવાને કારણે સામાજિક અંતર પણ ઘટ્યુ છે. પરંતુ સોશ્યલ મીડિયાના સારા તેમજ નરસા પરિણામો પણ છે. વર્ષો અગાઉ પતિને ગુમાવનાર માતા ખાનગી હોસ્પીટલમાં નર્સની નોકરી કરી પોતાની 17 વર્ષીય દિકરીને વ્યારામાં અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. કોરોના કાળને કારણે સગીરા ઘરે રહીને જ ભણતી હતી. પરંતુ શિક્ષણના પાઠ ભણવા સાથે સગીરાએ સોશ્યલ સાઇટ્સ ઈન્સ્ટાગ્રામ પર સુરતમાં કેટરિંગમાં મજુરી કરતા 19 વર્ષીય દર્શન રાઠોડ સાથે પ્રેમ થઈ ગયો હતો. દર્શનના આંધળા પ્રેમમાં સગીરા ઘર છોડીને ભાગી ગઇ હતી. આ મામલે સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ નવસારી ટાઉન પોલીસે અઠવાડિયાની અંદર સગીરા અને આરોપી દર્શન રાઠોડને શોધી કાઢ્યા હતા. આ સાથે જ દર્શન સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

માતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કરી યુવાનની ધરપકડ

બાળકોની ઓનલાઇન એક્ટીવીટી પર ધ્યાન રાખવુ જરૂરી

વાલીઓ બાળકોને મોંઘાદાટ ફોન અપાવ્યા બાદ પોતાની જવાબદારીમાંથી છટકી જતા હોય છે, ત્યારે ઘણીવાર બાળકો સોશ્યલ સાઇટ્સની આભાસી દુનિયામાં ખોવાઇને પોતાનું સર્વસ્વ લૂંટાવી દે છે. જેથી વાલીઓએ નવસારીની આ ઘટના પરથી બોધપાઠ લઇ બાળકોની ઓનલાઇન એક્ટિવિટી પર નજર રાખવી હાલના સમયની માંગ છે. નવસારીમાં બનેલી આ ઘટના તમામ માતા પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે, જેઓ પોતાનું બાળકો પર ધ્યાન આપે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.