નવસારી: શહેરમાં યુવાનમાં રહેલી વિકૃતીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. નવસારીના જલાલપુર ખાતે રહેતા 28 વર્ષીય યુવકને ખોટી રીતે મજા કરવી ભારે પડી છે. કામુકતામાં આવી જીવન જોખમમાં મૂક્યું હતું. યુવાને પોતાનું ગુપ્તાંગ પ્લાસ્ટિકની બોટલમાં નાખતા કોઈ કારણોસર તેનું ગુપ્તાંગ બોટલમાં ફસાઈ ગયું હતું. જેના કારણે યુવાન માથે એકાએક આફત આવી પડી હતી.
સિવિલના ડૉક્ટર મદદેઃ લોકોલાજે અને પરિવારની શરમે આ યુવાને એક દિવસ જેમ તેમ ઘરમાં વિતાવી નાંખ્યો હતો. પછી સિવિલના ડોક્ટરો પાસે જઈ પોતાની વ્યથા વર્ણવી હતી. ડોક્ટરની ટીમે સફળ ઓપરેશન કરી યુવકનું ગુપ્તાંગ પ્લાસ્ટિકની બોટલ માંથી બહાર કાઢી આપ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચતા ફરજ પરના ડોક્ટરો પણ આ વિચિત્ર કેસ જોઈ અચરજમાં પડી ગયા હતા.
મજામાંથી મુશ્કેલીઃ આ બોટલમાં યુવકનું ગુપ્તાન ફસાઈ જતા યુવક પણ અવઢવમાં મુકાયો હતો. પરંતુ હિંમત કરીને આ યુવક નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં તેમણે ફરજ પરના ડોક્ટરોને પોતાની આપ વીતી કહી હતી. યુવકના જણાવ્યા પ્રમાણે તે વિકૃત આનંદ લેવા માટે પોતાનું ગુપ્તાંગ પ્લાસ્ટિકની બોટલમાં નાંખી દીધુ હતું. પછી તે ફસાઈ ગયું હતું. યુવાને ઘણી કોશિશ કર્યા બાદ પણ તેનું ગુપ્તાંગ બોટલમાંથી બહાર નીકળી શક્યું નહીં.
આખી રાત પીડામાંઃ આ હરકતની જાણ ન થાય તે હેતુસર આ યુવાને આખી રાત પીડામાં વિતાવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. જ્યાં ડોક્ટરે તેની વ્યથા સાંભળી તાત્કાલિક નિર્ણય લઈ ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો. એક કલાકની મહા-મહેનત બાદ પ્લાસ્ટિકની બોટલ માંથી લિંગને બહાર કાઢવામાં આવ્યું હતું.
સફળ ઑપરેશન કર્યુંઃ જેમાં સિવિલના પાંચથી વધુ ડોક્ટરોની ટીમ એ આ ઓપરેશનને સફળ અંજામ આપ્યો હતો. આ સાથે આ યુવકને ડોક્ટરો દ્વારા સાયકોલોજીકલ સારવાર પણ આપવામાં આવી હતી. નવસારી સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગના એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ઋષભ મૈસુરિયાના જણાવ્યા મુજબ એક યુવક ભારે પીડા અને તકલીફ સાથે અમારી પાસે આવ્યો હતો. આનંદ લેવા માટે તેણે આવું કર્યું. અમે તાત્કાલિક ઑપરેશનનો નિર્ણય લઈ લીધો. ઓપરેશન બાદ લિંગ પરથી બોટલ દૂર કરી હતી.