નવસારી : જિલ્લાના ચીખલી તાલુકાના જોગવાડ ગામેથી વન વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા ખેરના લાકડા 1,60,000નો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે દરોડા પડતા આરોપીઓ છૂટવામાં સફળ રહ્યા હતા. વન વિભાગ દ્વારા જથ્થો કબજે લઈ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું હતો સમગ્ર બનાવ : નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના જોગવાર ગામેથી પ્રકાશિતમાં આવી છે. ચીખલી વન વિભાગના સ્ટાપે જોગવાડ ગામેથી ખેરના લાકડાનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ચીખલી વન વિભાગને બાતમીના આધારે જોગવાડ ગામના કાળા ફળિયા વિસ્તારમાં છાપો મારતા સ્થળેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા ખેરના લાકડું બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જ્યારે વન વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા આ જગ્યા પરથી આરોપીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ ચીખલી વનવિભાગ દ્વારા 1,60,000નો ખેરના લાકડાનો જથ્થો કબ્જે કર્યો છે. તેમજ તમામ જથ્થાને એંધર ડેપોમાં જમા કરી ચીખલી વનવિભાગ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : વલસાડના જંગલોમાં વન વિભાગનો સપાટો, 2 લાખના લાકડાં કબજે કરતા પુષ્પરાજમાં ફફડાટ
ખેરનું લાકડું ઉમદા પ્રકારનું : નવસારી જિલ્લાનો વિસ્તાર જંગલથી ઘેરાયેલો છે. તો જિલ્લાની બાજુમાં આવેલો ડાંગ પણ જંગલથી ઘેરાયેલો વિસ્તાર છે. નવસારી અને ડાંગ બંને જિલ્લાઓમાં જંગલ વિસ્તાર વધુ પર પ્રમાણમાં હોવાથી જંગલોમાં ઉગતા કિંમતી વૃક્ષો પર વૃક્ષ ચોરો ધાપ લગાવીને બેઠેલા હોય છે. જેમાં ખાસ કરીને ખેરનું લાકડું જે ઘણું ઉમદા પ્રકારનું લાકડું હોય છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં આ વૃક્ષ જોવા મળે છે. આ વૃક્ષના લાકડાની ઘનફૂટની કિંમત 1,500 સુધીની અંદાજિત હોય છે. આ વૃક્ષના લાકડાનો ઉપયોગ કાથો બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.
આ પણ વાંચો : ગુજરાતની મહિલા વન અધિકારીથી મહારાષ્ટ્રથી આવનાર લાકડા ચોરો છે હેરાન પરેશાન
ચોરીનો અંજામ આપી તસ્કરો અદ્રશ્ય : આ ઉપરાંત ખેરના લાકડાની વિદેશોમાં પણ સારી માંગ હોવાથી વૃક્ષ ચોરો આ લાકડાની તસ્કરી કરવામાં મોટે રસ લેતા હોય છે. સમય આવે આવા કિંમતી વૃક્ષોનું ગેરકાયદેસર રીતે વૃક્ષ છેદની પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. વન વિભાગ દ્વારા પણ આવા તત્વો પર બાજ નજર રાખવામાં આવતી હોય છે અને આવા તત્વોને ડામવાના ભરપૂર પ્રયત્નો કરવામાં આવે છે. સમય અંતરે આવા તત્વોને ઝડપી પાડી કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ કોઈક વાર આવા તત્વો ગાઢ જંગલોમાં પોતાના કામને અંજામ આપી અદ્રશ્ય થઈ જતા હોય છે.