ETV Bharat / state

Navsari crime news: ચોરી કરી નાસી જનાર ગેંગસ્ટર જેમ્સ અલ્મેડાંનો નવસારી ટાઉન પોલીસે કબજો મેળવ્યો - Stealing From Surat Navsari

સુરત-નવસારીમાં ચોરી કરી નાસી જનાર શાતિર ગેંગસ્ટર જેમ્સ અલ્મેડાંનો નવસારી ટાઉન પોલીસે કબજો મેળવ્યો છે. એક જ દિવસે ચાર ચાર જગ્યાએ ચોરીની ઘટના બનતા ચોરો જાણે પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેમ જેથી પોલીસ દોડતી થઈ ગઈ હતી.

navsari-town-police-nabs-satir-gangster-james-almedan-who-escaped-after-stealing-from-surat-navsari

author img

By

Published : May 21, 2023, 7:41 PM IST

ગેંગસ્ટર જેમ્સ અલ્મેડાંનો નવસારી ટાઉન પોલીસે કબજો મેળવ્યો

નવસારી: સુરત અને નવસારીમાં સિલસિલા બંધ ચાર જગ્યાએ ચોરીના બનાવો બન્યા હતા. આ કોઈ સામાન્ય ચોરી નહોતી એક જજના સગા અને બે પોલીસ કર્મીઓના ઘરને ટાર્ગેટ બનાવ્યું હતું. એક જ દિવસે ચાર ચાર જગ્યાએ ચોરીની ઘટના બનતા ચોરો જાણે પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેમ જેથી પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરત ક્રાઈમ બ્રાન્ચે એક્શનમાં આવી તાત્કાલિક ટીમ બનાવી તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ મેળવીને ગુનો ઉકેલવાની શરૂઆત કરી હતી. જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ એક એવા રીઢા અને ખતરનાક ગુનેગારનું નામ સામે આવતા તેની ધરપકડ કરી હતી.

હોલીવુડની ફિલ્મો જોઈને ચોરી: કાયદાનો અભ્યાસ કરતો આ ગુનેગાર હોલીવુડની ફિલ્મો જોઈને ચોરી લૂંટ કરતાં શીખ્યો હતો. સુરત પોલીસે મુંબઈ જઈને આ ખૂંખાર ગુનેગારને દબોચી અનેક ગુનાઓ ઉકેલ્યા હતા. જેની ઉલટ તપાસમાં અનેક સનસનાટી ભરી વિગતો બહાર આવી હતી. જેમાં 4 મેના રોજ પોલીસને ત્યાં ચોરી થઈ ઉપરાંત નવસારીમાં ડિસ્ટ્રિક્ટ જજના મામાના દીકરાને ત્યાં 11 લાખની ઘરફોડ ચોરી થઈ હતી. પોલીસે આ કેસની તપાસ સીસીટીવી ફૂટેજ તપાસતા એક કાર દેખાઈ હતી જેનો નંબર ટ્રેસ કરતા એ ગાડી ધરમપુરની અલટોગાડી હતી અને ધરમપુર જઈને તપાસ કરતાં ઓરીજનલ ગાડી ત્યાં જ હતી ત્યારે ખબર પડી કે જે ગાડીનો ઉપયોગ કરીને ચોરી થઈ હતી.

'નવસારીમાં ઓરનેટ એપાર્ટમેન્ટ થયેલ ઘર ફોડ ચોરીના ગુનામાંના આરોપી જેમ્સ અલમેડાને નવસારી ટાઉન પોલીસે સચિન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ મેળવી અટક કરી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપી જેમ્સ અલમેડા તેના વિરુદ્ધ મુંબઈમાં પણ 10 જેટલા ગંભીર ગુનાઓ દાખલ થયા છે.' -એસ.કે રાઈ, નાયબ પોલીસ અધિક્ષક

નવસારી પોલીસે મેળવ્યો કબ્જો: લોકો olx પર ગાડી વેચવા મૂકે તેનો નંબર જોઈને ડુપ્લીકેટ નંબર પ્લેટ બનાવીને તે કારમાં લગાવી દેતો તે જ રીતે ધરમપુરની અલટો ગાડીનો નંબર તેણે ચોરીમાં વપરાયેલ ગાડીમાં લગાવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરતા આ ગાડી મુંબઈમાંથી મળી આવી અને એની ઉપર ટેકનિકલ સર્વેલન્સને આધારે તપાસ કરતા આ ગાડી ખતરનાક ગેંગસ્ટર જેમ્સ અલમેડા વાપરતો હોવાનું બહાર આવ્યું. સીસીટીવી ફૂટેજમાં જેમ્સ અલમેડા પોતે ગાડી ચલાવતો પણ દેખાયો હતો ત્યારે હાલમાં આ ગુનેગારને નવસારી ટાઉન પોલીસે સચિન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ મેળવી ગેંગસ્ટરની અટક કરી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને તેની વધુ તપાસ ચાલુ છે.

  1. Rajkot Crime: કામવાળી રાખતા પહેલા ચેતજો! ઘરકામના બહાને રહીને ઘરફોડ ચોરીને અંજામ આપતી કામવાળી દિલ્હીથી પકડાઈ
  2. Navsari Bogus Doctor: નવસારીના વેજલપુર ખાતેથી બોગસ તબીબ ઝડપાયો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.