નવસારી: રાજયમાં મોટા પાયે ધર્મ પરિવર્તન થઇ રહ્યા છે. પરતું નવસારીમાં આવેલા વાંસદાના કાવડેજ ગામે 170 જેટલા પરિવારોની ખ્રિસ્તી ધર્મ છોડી ને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી. તમે ગમે તેટલા તમારા વતનથી દુર જતા રહો તમારે પરત તો ફરવું જ પડે એવી જ રીતે વતન વાસપીની જેમ ધર્મ વાપસી થઇ છે. તાપી જિલ્લાના 170 જેટલા પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી. આ કાર્યકમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પણ ઉપસ્થિતિ રહ્યા હતા.
હિન્દુ ધર્મમાં ઘર વાપસી: વાંસદા તાલુકાના કાવડેજ ગામે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા યોજાયેલા શુદ્ધિકરણ મહાયજ્ઞમાં 170 જેટલા પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડી ને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી.આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં ચાલે છે. ત્યારે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા આદિવાસી વિસ્તારોમાં લોકોને જાગૃત કરી ફરી ઘર વાપસી કરવામાં આવી રહી છે. જેમાં વાંસદા તાલુકાના કાવડેજ ખાતે આવેલ શ્રદ્ધા મંદિરના પટાંગણમાં અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા શુદ્ધિકરણ મહાયજ્ઞનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાપી જિલ્લાના 170 જેટલા પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી. આ કાર્યકમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પણ ઉપસ્થિતિ રહ્યા હતા. અત્યાર સુધીમાં 9000 થી વધુ પરિવારોને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાવવામાં આવી હતી.
આ પણ વાંચો Navsari News: કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગના પ્રધાન નવસારીના ધોળાઈ બંદરની મુલાકાતે
અગ્નિવીર હિન્દુ સંગઠન:પોતાના બાળકો બીમાર પડતા તેઓ સારા થઈ જશે. તેવા વિશ્વાસ સાથે ઘણા પરિવારો હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. જોકે તેઓને તેમના મૂળ ધર્મ અંગે જાણકારી મળતા તેમજ અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા ભજન કીર્તન સહિત અનેક કાર્યક્રમો તેમના વિસ્તારમાં થતા આ પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી.
નાનપણથી જ ખ્રિસ્તી ધર્મ: ઘર વાપસી કરનાર મોનિકાબેન જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે નાનપણથી જ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. પરંતુ વારંવાર માંદગી આવતા અમે ફરી હિન્દુ ધર્મમાં દાખલ થયા. જેથી અમને ઘણું સારું છે. મારા પરિવાર સહિત 170 થી વધુ પરિવારો આજે હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી છે. અગ્નિ વીર હિન્દુ સંગઠનના મહેન્દ્ર રાજપુરોહિત જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે થોડા વર્ષો અગાઉ હિન્દુ આદિવાસી ભાઈઓ જે કોઈ કારણ થી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. તેથી અમે એવા વિસ્તારોમાં જઈને ભજન કીર્તન અને પૂજાપાઠ સમૂહ લગ્ન અને પૂજાપાઠ કરતા હતા. જેથી આ લોકો અમારાથી પ્રભાવિત થઈને 170 પરિવારો અમારા થી પ્રભાવી થઈને આજે હિન્દુ ધર્મમાં ફરી ઘર વાપસી કરશે. આ જ રીતે આવનાર દિવસોમાં પણ અમારું અભિયાન ચાલુ રહેશે.