નવસારી: રોજના હજારો લોકોથી ઉભરાતું નવસારી રેલવે સ્ટેશન કોરોનાની મહામારીને લીધે સુમસામ થયું છે. જ્યારે 14 એપ્રિલ બાદ લૉકડાઉન ખુલતા રેલ્વેની સુવિધાઓ શરૂ થવાની સંભાવના છે, ત્યારે નવસારી નગર પાલિકા દ્વારા નવસારી રેલવે સ્ટેશનને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-railway-station-photo-gj10031_09042020133809_0904f_1586419689_213.jpg)
કોરોનાની મહામારીથી બચવા સફાઈ અને સામાજિક અંતર જ રામબાણ ઈલાજ છે. જેથી સરકાર દ્વારા જાહેર સ્થળોને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે. નવસારી નગર પાલિકા દ્વારા પણ શહેરને બીજીવાર સેનેટાઈઝ કરવામાં આવી રહ્યુ છે, ત્યારે ગુરુવારે 35 હજારથી વધુ લોકોની અવર-જવર ધરાવતા નવસારી રેલ્વે સ્ટેશનને પણ નવસારી રેલ્વે સલાહકાર સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં નવસારી પાલિકા દ્વારા સંપૂર્ણ સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-railway-station-photo-gj10031_09042020133809_0904f_1586419689_675.jpg)
આ રેલ્વે સ્ટેશનના પ્રવેશ સહીત પ્લેટફોર્મ નં. 1,2 અને 3 તથા ટીકીટ બારી વિસ્તારને દવા છાંટીને સેનેટાઈઝ કરાયો હતો. જેથી 14 એપ્રિલ બાદ જો લૉકડાઉન ખુલે અને ટ્રેનો શરૂ થાય તો મુસાફરોની આરોગ્ય સુરક્ષા રહી શકે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-railway-station-photo-gj10031_09042020133809_0904f_1586419689_675.jpg)
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-railway-station-photo-gj10031_09042020133809_0904f_1586419689_1046.jpg)
અહીં ઉલ્લેખનીય છે કે, નવસારી રેલ્વે સ્ટેશનની એક દિવસની અંદાજે 65 લાખ રૂપિયાની આવક છે, જે 21 દિવસના લૉકડાઉનને કારણે અંદાજે 13.65 લાખ રૂપિયાનું મોટું નુકસાન આંકવામાં આવી રહ્યું છે.