નવસારીઃ સમગ્ર દેશમાં કોરોનાની મહામારીથી બચવા લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ઘણા બાળકો મધ્યાહન ભોજનને કારણે જ આવતા હોવાની ચર્ચા રહી હતી, ત્યારે હાલના કપરા સમયમાં ગામડાના અંતરિયાળ વિસ્તાર સહિત જરૂરિયાતમંદ બાળકોના પરિવારોને જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકોએ અત્યાર સુધીમાં 28 લાખથી વધુના ખર્ચે રાશન અને શાકભાજી કીટ તૈયાર કરી તેમના ઘરે પહોંચાડી સમાજના સાચા ઘડવૈયા હોવાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
![નવસારીના પ્રાથમિક શિક્ષકોનો સેવાયજ્ઞ, 28.60 લાખની કીટ 5 હજારથી વધુ વિદ્યાર્થીઓને વહેંચી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-shikshak-seva-photo-gj10031_15042020161116_1504f_01843_1047.jpg)
કોરોના સામેની જંગમાં જીતવા માટે ભારતે લોકડાઉનનું શસ્ત્ર ઉપાડ્યું છે, પરંતુ લોક ડાઉનની ઘણી સાઈડ ઇફેક્ટ જોવા મળી રહી છે. નવસારી જિલ્લા પંચાયત હસ્તકની 720 સરકારી પ્રાથમિક શાળાઓમાં સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના કાર્યરત છે, જેનો ઉદ્દેશ્ય ગરીબ બાળકોને ભણતરની સાથે પૌષ્ટિક આહાર મળી રહે એવો રહ્યો છે.
![નવસારીના પ્રાથમિક શિક્ષકોનો સેવાયજ્ઞ, 28.60 લાખની કીટ 5 હજારથી વધુ વિદ્યાર્થીઓને વહેંચી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-shikshak-seva-photo-gj10031_15042020161116_1504f_01843_694.jpg)
જ્યારે ઘણા બાળકો મધ્યાહન ભોજનને કારણે જ શાળાએ આવતા હોવાની ચર્ચા રહી છે, પણ કોરોનાના લોકડાઉનમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની સ્થિતિ કફોડી બની છે. જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં શાળાએ આવતા વિદ્યાર્થીઓના પરિવારની હાલત ઘણી વિકટ બની છે, ત્યારે નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના 3500 શિક્ષકોએ પ્રભારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરેલી રાશન અને શાકભાજી કીટની અપીલને વધાવી લઇ, શિક્ષક જ સમાજનો સાચો ઘડવૈયો છે એ વાત સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે.
![નવસારીના પ્રાથમિક શિક્ષકોનો સેવાયજ્ઞ, 28.60 લાખની કીટ 5 હજારથી વધુ વિદ્યાર્થીઓને વહેંચી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-shikshak-seva-photo-gj10031_15042020161116_1504f_01843_409.jpg)
પ્રાથમિક શાળાના શિક્ષકોને અંદાજે 28.60 લાખડ રૂપિયાના ખર્ચે 5 હજાર 720 રાશન અને શાકભાજી કીટ બનાવી જરૂરિયાતમંદ બાળકોના ઘરે પહોંચાડી માનવતા મહેકાવી છે.