નવસારી : સુરતીલાલાઓ માટે દારૂની મહેફીલ માણવા માટે નવસારી જિલ્લો સૌથી સેફ અને હોટ ફેવરિટ બન્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, છેલ્લા બે મહિનાના સમયગાળામાં બીજી વખત દારૂની મહેફિલ માણતા દારૂના રસિયાઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત રોડ પર આસુંદર ગામ નજીકના ગેટવે વિલેજ ફાર્મ હાઉસમાં મોડી રાતે પોલીસે દરોડા પાડીને દારૂની મહેફિલ માણતા નવ નબીરાઓને ઝડપી પાડ્યા છે. ફાર્મ હાઉસમાંથી મોંઘી ડાઘ વિદેશી દારૂની બોટલ સાથે ત્રણ લક્ઝુરિયર્સ કાર, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો : નવસારીના ગ્રામ્ય પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલું આસુંદર ગામ સુરત નવસારી સ્ટેટ હાઇવે પાસે વસેલું છે. ગામ નજીક ગેટવે વિલેજ ફાર્મ હાઉસમાં આવેલા બંગલા નંબર A-1માં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી ગ્રામ્ય પોલીસને મળતા તાત્કાલિક ટીમ ફાર્મ હાઉસ પહોંચી હતી, જ્યાં 25 લોકો મહેફિલમાં હાજર હતા અને 9 લોકો દારૂ પીને મસ્તી કરી રહ્યા હતા. જેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
16,75,000નો મુદ્દામાલ જપ્ત : દારૂની મહેફીલ માણી રહેલા તમામ લોકો સુરતના રહેવાસી છે અને તેઓ લક્ઝરીયસ કાર લઈને ફાર્મ હાઉસમાં મહેફિલ માણવા આવ્યા હતા. પોલીસે 3,000નો દારૂ સહિત પાંચ લક્ઝરીયસ કાર મળી 16,75,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. નવસારી શહેરને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં સુરતના અનેક વેપારીઓના ફાર્મ હાઉસ આવ્યા છે. જેમાં તેઓ વિકેન્ડમાં પાર્ટી કરવા માટે આવતા હોય છે દારૂ પણ પીરસવામાં આવતો હોય છે.
પોલીસે બાતમીને આધારે આસુંદર ગામ પાસે આવેલા ગેટવે વીલેજ ફાર્મ બંગલા નંબર એકમાં લોકો ભેગા થઈને દારૂની મહેફિલ માણતા હતા. પોલીસ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં 25 લોકોની પાર્ટીમાં નવ લોકો દારૂની મહેફિલ માણતા હોય જેથી પોલીસે નવ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. - એસ કે રાય (નાયબ પોલીસ અધિક્ષક)
ફેલાયેલી દારૂની બંધી : ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી દારૂની મહેફિલ પર દારૂની મીજબાની માણતા અનેક કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. છતાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ અટકવાનું નામ લેતી નથી. ગત મે માસમાં પણ દારૂની મહેફીલ પર ગણદેવી પોલીસે દરોડા પાડ્યા હતા, પરંતુ આ પ્રવૃત્તિને નાથવા માટે સરકાર તેમજ પોલીસ તંત્ર ગમે તેટલી કામગીરી કરે તો પણ મોટા પ્રમાણમાં ફેલાયેલી દારૂની બદી અટકી શકે એવું લાગતું નથી.
- Ahmedabad Crime : નરોડામાં આધેડને દારૂ પીવડાવી હત્યા કરી નાખી, પોલીસે બિહારમાં વેશપલટો કરીને પાર પાડ્યું ઓપરેશન
- Porbandar Crime News : ગાંધીના જન્મસ્થળ પરથી પકડેલા દેશી વિદેશી દારુ પર પોલીસે ફેરવી નાખ્યું બુલડોઝર
- Ahmedabad Crime : AMCના પાર્કિંગ બન્યું દારૂનું ગોડાઉન, મહિને માત્ર 2 હજારમાં જગ્યા રાખતા ભાડે