નવસારી રાજ્ય સરકાર વ્યાજખોરો પર લગામ લગાવવા માટે હાલ સખત પગલાં ભરી રહી છે. પોલીસ એક્શનમાં રાજ્યમાં અનેક વ્યાજખોરોને સળિયાની પાછળ ધકેલી દીધા છે. એવા એક કેસમાં નવસારીમાં નવસારી વિજલપોર નગરપાલિકાના કોર્પોરેટર પર પોલીસની ધોંસ આવી પડી છે. કોર્પોરેટર તેમ જ વ્યાજનો ધંધો કરતા વિજલપોર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન જગદીશ મોદી હાલ પોલીસના સકંજામાં ફસાયા છે. તેઓ વ્રજ જ્વેલર્સના માલિક પણ છે જેમાંથી એક મહિલાએ વ્યાજે નાણાં લીધાં હતાં.
ઊંચા વ્યાજદર લેવાનો આક્ષેપ રાજ્યમાં વ્યાજખોરોના આતંક દિવસે અને દિવસે વધી રહ્યો છે જેને નાથવા માટે રાજ્ય સરકારે કડક કાયદા બનાવી વ્યાજખોરો ઉપર સખત પગલાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે નવસારીમાં પણ વ્યાજખોરો ઉપર અનેક કેસો કરવામાં આવ્યા છે. વિજલપોર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન જગદીશ મોદી અને એના ભાઈ પર ઊંચા વ્યાજદર લેવાનો આક્ષેપ લાગ્યો છે.
આ પણ વાંચો પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોર સામે પોલીસ એક્શનમાં, ટીમ તૈયાર કરી
પોલીસ ફરિયાદ નોંધાવાઇ જગદીશ મોદી પાસેથી વ્યાજે નાણાં લઇ ત્રાસનો સામનો કરી રહેલી પીડિત મહિલાએ વિજલપુર પોલીસ સ્ટેશનમાં જગદીશ મોદી અને એના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જગદીશ મોદી અને એમનો ભાઈ વ્રજ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે અને વિજલપોરમાં સરકારના લાઇસન્સ પ્રમાણે વ્યાજનો ધંધો કરે છે. જલાલપોરમાં રહેતી જાગૃતિ આહીરે વ્રજ જ્વેલર્સમાંથી ટુકડે ટુકડે 49 લાખ રૂપિયા 1 ટકાના વ્યાજે લીધા હતાં અને એની સામે દાગીના પણ મૂક્યા હતાં.
અઢી ટકા વ્યાજની માગણી તેની સામે જગદીશ મોદી અને એના ભાઈ તરફથી વ્યાજ અને મુદ્દલ રકમ મળી કુલ 1 કરોડ 19 લાખ રૂપિયા ચૂકવવા માટે દબાણ આપતા હતાં. આ સાથે અઢી ટકા લેખે પૈસા ચૂકવવા પડશે નહીતર દાગીના નહીં મળે એ પ્રકારની વાતો કરતા મહિલાએ વિજલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સામે ફરિયાદ, પોલીસ એક્શનમોડમાં
રાજકીય કિન્નાખોરી હોવાનું જણાવતાં જગદીશ મોદી સમગ્ર મામલાને લઈને વિજલપોર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન જગદીશ મોદીને સવાલ કરતા તેમણે રાજકીય કિન્નખોરી રાખી અને આ ફરિયાદ થઈ હોવાની વાત કરી છે. 13 વર્ષથી ધંધો કરતા જગદીશ મોદી અને એમના ભાઈ ઉપર આજ દિવસ સુધી આવા કોઈ પણ પ્રકારના કેસો થયા નથી. પરંતુ આ કેસ થતા હાલ નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.
પાંચથી વધુ કેસો સામે આવ્યાં નવસારી જિલ્લા પોલીસે છેલ્લા એક અઠવાડિયામાં વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે અને પાંચથી વધુ કેસો પણ કર્યા છે. પરંતુ નવસારી વિજલપોર નગરપાલિકાના ભાજપના સત્તાધારી ઉપર કેસો થતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે પોલીસ કઈ દિશામાં આ કામગીરી કરે છે એ જોવું રહ્યું.