નવસારી: ઈરાનથી ભારતમાં આવીને વસેલા પ્રકૃતિ પ્રેમી પારસી સમાજ આજે પણ પોતાના વારસાને સાચવી રહ્યા છે. હિન્દુઓના શ્રાવણ માસની જેમ પારસી સમાજમાં પવિત્ર બહેમન માસનું અનેરું મહત્વ છે. પારસી સમાજ રિસાયેલી વર્ષારાણીને રિઝવવા માટે ખીચડીનો કાર્યક્રમ આજે પણ સાચવીને પારંપરિક પ્રકૃતિ પ્રેમને આજે પણ વળગી રહ્યા છે.
પારસી પરંપરાનો ઇતિહાસ: એક દંત કથા અનુસાર ઈ.1959 ની સાલમાં દુકાળ પડ્યો હતો. નવસારીના પારસી સમુદાય દ્વારા વરસાદને રીઝવવા માટે ઘરે ઘરેથી દાળ ચોખા, ધીનું ઉઘરાણું કરી શ્વાનને ખવડાવતા વરસાદ આવ્યો. એ દિવસથી માત્ર નવસારીમાં ઘી ખીચડીનો તહેવાર ઉજવાય છે. દયાળુ અને શાંતિપ્રિય ગણાતો પારસી સમાજ સમગ્ર વિશ્વની શાંતિ માટે અને માનવજીવન ટકાવી રાખવા માટે વર્ષારાણીને દરવર્ષે બહેમન માસમાં રિઝવવાની પરંપરાને અનુસરે છે. અન્ન હોય તો જ જીવન ટકી શકે છે. વરસાદ વરસે તો જ અનાજ પાકે અને ધરતી પર માનવ જીવન ટકી શકે. તેવા શુભ આશયથી વર્ષારાણીને રીઝવવા માટે પારસી સમાજની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
દરેક જ્ઞાતિ ધર્મજનો મારફતે વરસાદને રીઝવવાની અનોખી પરંપરા છે. નવસારી પારસી સમાજે 1959 વર્ષમાં આ આવેલ દુકાળનાં સમયથી વરસાદને રીઝવવાની પરંપરાનો આરંભ કર્યો હતો. પારસી સમાજના બાળકો અને પુરુષો સમાજના દરેક ઘરે ઘરે ફરી અનાજનું ઉઘરાણું કરી એક સાથે ભોજન કરે છે. આ દિન ઘી-ખીચડીનો દિન તરીકે પણ ઓળખાય છે . તેમજ વરસાદને રીઝવવા માટે પારસી લોકગીત " ઘી ખીચડીનો પૈસો દોઢિયાનો રૂપિયો વરસાદ જીતો આયેગા" નું ગીત ગાય છે. --- મર્ઝબાન સદરી (પારસી સમાજ અગ્રણી)
દૂધના પ્યાલામાં સાકર: ભારતમાં પારસી સમાજ ગુજરાત રાજ્યના સંજાણ બંદરે આગમન કરી દૂધમાં સાકરની જેમ ભળી ગયા. પારસી સમાજમાં બહેમન મહિનાનું પવિત્ર મહિના તરીકે મહત્વ છે. આ માસમાં પારસીઓ માસ-માછલીનો ત્યાગ કરી શાકાહારી ભોજન પુરવાર કરે છે. આ માસ દરમિયાન પારસી કોમ પોતાના કુટુંબનાં મુત્યુ પામેલ પિતૃઓની પૂજા કરે છે.