નવસારી : નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સીમલાદ ગામમાં આવેલી વિવિધ સર્વે નંબરની 36000 ચોરસ મીટર જમીનના દસ્તાવેજ નોંધણી 2013માં થઈ હતી. જેમાં પાકિસ્તાનમાં કરાયેલા પાવર ઓફ એટર્નીનો ઉપયોગ થતા વિવાદ સામે આવ્યો છે. તત્કાલીન મામલતદાર અને સબ રજીસ્ટરની સંભવિત ભૂમિકા અંગે હાલના કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ કર્યો છે. રાજ્ય સરકાર તપાસ કરી અગામી દિવસોમાં યોગ્ય પગલાં ભરશે.
જમીન નોંધણીની વિચિત્ર ઘટના : ગુજરાત રાજ્યમાં મોટી સંખ્યામાં નવસારી જિલ્લામાંથી બોગસ પાવર ઓફ એટર્ની અને બોગસ દસ્તાવેજો થકી જમીન સંપાદન અને લેન્ડગ્રેબિંગ સહિતની ફરિયાદો જિલ્લા કલેકટર અને પોલીસ વિભાગને મળી છે. જેના આધારે તત્કાલીન મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસુલ મેળાની શરૂઆત નવસારી જિલ્લામાંથી કરી હતી. જેમાં અનેક લોકોની જમીનને લગતી ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું હતું. પરંતુ પાકિસ્તાનમાં બનાવવામાં આવેલા પાવર ઓફ એટર્નીના આધારે જમીન નોંધણીની એક વિચિત્ર ઘટના નવસારીના જલાલપુર તાલુકાના સીમલક ગામમાંથી સામે આવી છે.
શું છે મામલો : પાકિસ્તાનના કરાચી રહેતા જૈનબ મૂસાએ 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર જનરલ પાવર ઓફ એટર્ની બનાવ્યો હતો. જે અવેશ આદમ મયાતના નામે કરવામાં આવ્યું હતું. જેના આધારે જમીન વેચાણના દસ્તાવેજ રજૂ કરતા તત્કાલીન જલાલપુર સબ રજીસ્ટર નિયમોનું ઉલંઘન કરી 24 મે 2013ના રોજ દસ્તાવેજો નોંધ્યા હતા. તેના આધારે બે મહિના પછી જમીન મહેસૂલ દફતરે જલાલપુર તત્કાલીન મહેસૂલ નાયબ મામલતદાર નોંધ પ્રમાણિત કરી હતી. આ મિલકતમાં સીધી લીટીના કુલ 14 વારસદારો પૈકી 6 યુકેમાં અને 1 પાકિસ્તાનમાં વસે છે. આ બાબતે ફરિયાદ થતા રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતાં.
પાકિસ્તાની નાગરિક દ્વારા પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ થઈ એની નોંધ પ્રમાણ થતાં તેની ફરિયાદ ધ્યાને આવી હતી. સીમલક ગામમાં આવેલી જમીનમાં ખાતા નંબર 134ના જુદાજુદા ખાતેદારો છે. જેના અલગ અલગ સર્વે નંબર હતા. તેના પાવરના આધારે દસ્તાવેજ કરવામાં આવ્યો હતો અને દસ્તાવેજના આધારે તેની નોંધ પાડવામાં આવી હતી. આ બાબતની જાણ 2018 માં સરકાર દ્વારા જે તે વખતના કલેકટરને જાણ કરવામાં આવતા તત્કાલીન કલેકટર દ્વારા આ નોંધ રિવ્યુમાં લેવામાં આવી હતી. 30 - 1 - 2021 ના રોજ આ નોંધને રદ કરતો હુકમ જે તે વખતના કલેક્ટર આદ્રા અગ્રવાલનાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જેની નોંધ ઈ ધરા જલાલપુરમાં પાડવામાં આવી છે. જેની નોંધ તમારી કર્યાનો પ્રમાણિત કર્યાનો તે બાબતની અસર પણ સાતબારમાં આપી દેવામાં આવી છે. જેથી 2013ની સ્થિતિ મુજબ આ ખાતામાં અત્યારની સ્થિતિ હોય જેથી 2013ના પાવર ઓફ એટર્નીના આધારે જે દસ્તાવેજ થયો છે તે વહીવટી સૂચનાઓથી વિપરીત હોઇ જે તે વખતના તત્કાલીન સબ રજીસ્ટરના નામે અત્રેથી કાર્યવાહી કરવા માટે સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો છે....કેતન જોશી (નાયબ અધિક કલેકટર)
કલેક્ટરે સરકારને રિપોર્ટ કર્યો : જેમાં નવસારીના તત્કાલીન કલેકટર આદ્રા અગ્રવાલએ તમામ સાથે વેચાણ દસ્તાવેજોને રિવ્યુમાં લઈ વિવાદિત જમીન બાબતે વેચાણ વ્યવહાર અંગેની તમામ દફતરે પડેલી ફેરફાર નોંધ નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો અને તેની જાણ તમામ પક્ષકારોને રજીસ્ટર એડી પોસ્ટથી કલેકટરના ચીટનીસે મોકલાવી હતી. આ સમગ્ર પ્રકરણ તત્કાલીન જલાલપુરના મામલતદાર મહેસૂલી નાયબ મામલતદાર અને જલાલપુરના તત્કાલીન સબ રજીસ્ટરની ભૂમિકા અંગે હાલના કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા રાજ્ય સરકારમાં રિપોર્ટ કરાયો છે. જેના આધારે રાજ્ય સરકાર તેમના વિરુદ્ધ પગલાં લઈ શકે. પાકિસ્તાનના કરાચીથી આવેલો જનરલ પાવર ઓફ એટર્નીની ખરાઈ અને ક્રોસ વેરીફીકેશન થયું છે કે કેમ તે અંગે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે.