ETV Bharat / state

Navsari News : 2500 લોકોનું સ્થળાંતર, ફરીવાર નવસારી જળબંબાકારની સ્થિતિમાં - દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદે

દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદે ભારે કરી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 12 ઇંચ વરસાદ ખાબકી પડતાં સર્વત્ર નવસારીમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયાં છે. પ્રશાસન દ્વારા 2500 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે.

Navsari News : 2500 લોકોનું સ્થળાંતર, ફરીવાર નવસારી જળબંબાકારની સ્થિતિમાં

author img

By

Published : Jul 28, 2023, 2:08 PM IST

તંત્ર એલર્ટ મોડ પર છે

નવસારી : છેલ્લા 24 કલાકથી નવસારી શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. નવસારીની પૂર્ણા નદીમાં ઉપરવાસના પાણી આવતા તેની ભયજનક સપાટી 23 ફૂટ ઓળંગીને હાલ 25 ફૂટ પર વહી રહી છે. જેને લઇને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં સાથે 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

નવસારીના 3 ગામમાં અને જલાલપોરના બે ગામમાં પાણી આવ્યું છે. જિલ્લાની અંબિકા, પૂર્ણા અને કાવેરી ત્રણે નદીમાં પાણી આવ્યું છે. જિલ્લાની પરિસ્થિતિને ધ્યાને લઈ ડિઝાસ્ટરની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર એલર્ટ મોડ પર છે. પુષ્પલતા (ડીડીઓ, નવસારી)

માર્ગો બંધ : તો બીજીતરફ જિલ્લા પંચાયત હસ્તકના 53 માર્ગો અને બે સ્ટેટ હાઇવે વરસાદી પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવ્યા છે. નવસારીમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેમાં છેલ્લા બે કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ નવસારી શહેરમાં ખમકતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તાર શાંતાદેવી રોડ વેરાવળ વિસ્તાર દરગા રોડ અને શહેરના મુખ્ય માર્ગો સ્ટેશન રોડ બસ સ્ટેન્ડ રોડ મંકોડીયા વિસ્તાર કુંભારવાડ વિસ્તાર જેવા મહત્વના શહેરના માર્ગો પર વરસાદી પાણી ઘૂંટણ મા ભરાયા છે.

ઘરોમાં ઘૂંટણસમા પાણી : નવસારી શહેરમાં મધ્યમાં આવેલા કુંભાર વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદી પાણી ભરાતા સ્થાનિક દુકાનો અને ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો રાત્રિના સમય દરમિયાન પાણીમાં રાત વિતાવવાનો વારો આવ્યો છે. જ્યારે બંધ પડેલી દુકાનોમાં પણ પાણી પ્રવેશવાની કારણે દુકાનમાં મુકેલા માલ સામાનને પણ ભારે નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. જ્યારે દુધિયા તળાવથી સુશોષા હોસ્પિટલ જવાનો રસ્તો વરસાદી પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યો છે. જ્યારે સેશન રોડ વિસ્તારના કિરણનગર સોસાયટી અને ગૌરીશંકર મહોલ્લા જેવા વિસ્તારોના ઘરોમાં અંદાજિત અઢી ફૂટ પાણી ભરાયાં છે.

પૂર્ણા નદી 25 ફૂટ ઉપર : ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીમાં પણ પાણીની આવક વધતા હાલ 25 ફૂટ ઉપર વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં ઝડપથી પાણી ભરાવાની શરૂઆત થઈ છે. હાલ તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાયમાં મુકવામાં આવી છે તો બીજીતરફ નીચાણવાળા વિસ્તારોમાં 2500થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ફસાયેલા લોકો માટે પાલિકા દ્વારા ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

  1. Navsari News: કાવેરી નદીના નીર નીલકંઠના ચરણે પહોંચ્યા, પ્રકૃતિના વૈભવથી પ્રજા પ્રસન્ન
  2. Navsari Rain: નવસારી શહેરમાં જળબંબાકાર, દુકાનોમાં ભરાયા પાણી
  3. Navsari News : નવસારીમાં બ્રિજ પર પાણીના જોરદાર પ્રવાહ, છતાં લોકો જોખમી રીતે વાહન હંકારતા મળ્યા જોવા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.