નવસારી: કંઈક નવું કરવા માટે હંમેશા થનગનતા યુવાનો વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ તૈયાર કરીને એવું ઇનોવેશન બનાવે છે કે દુનિયા ચોંકી જાય છે. નવસારી જિલ્લાના ઊંડાચ ગામના એક યુવાને ભંગારમાંથી એવું સ્કૂટર તૈયાર કર્યું કે લોકો આ સ્કૂટર જોડે પોતાના ફોટા પડાવી રહ્યા છે. ફિલ્મ ગોલમાલ તો જોઈ હશે. આ સ્કૂટરને જોતા એ ફિલ્મના પહેલા બાઈક વાળા દ્રશ્યો અવશ્ય યાદ આવી જાય. આર્થિક રીતે પગભર થવામાં આ સ્કૂટર યુવાન માટે આશીર્વાદ સમાન બની રહ્યું છે. અત્યાર સુધી એક સ્કૂટરમાં ત્રણ સવારી કરતા લોકોને જોયા હશે પણ આ યુવાને થ્રી સીટર વાળું સ્કૂટર તૈયાર કર્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ: નવસારી જિલ્લાના બીલીમોરા પાસે આવેલા ઊંડાચ ગામે સેજલ પટેલ દ્વારા બનાવવામાં આવેલું સ્કૂટર નો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઊંદાચ ગામના સેજલ કુમાર પટેલ અવનવી વસ્તુ વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાનો શોખ ધરાવે છે. સેજલભાઈએ કોરોના કાળ દરમિયાન લૉકડાઉનના સમયે પણ ઘણી વસ્તુઓ વેસ્ટ માંથી બેસ્ટ બનાવી હતી. હાલ તેઓએ એક ત્રણ સીટર સ્કૂટર બનાવ્યું છે. જે તેમના ગામમાં અને બીલીમોરા પંથકમાં ઘણું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
3000 રૂપિયાનું સ્કૂટર: સેજલભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેરણા લઈ ફિલ્મોમાં વપરાતું અને સામાન્ય શહેરોમાં જવલ્લે જોવા મળતું ત્રણ સીટ વાળું સ્કૂટર જેને બનાવી પોતાનો ઇન્કમ સ્ત્રોત પણ ઉભો કરી શકાય તે હેતુથી તેમણે યુનિક સ્કૂટર બનાવવાનું નક્કી કર્યું. પ્રથમ તો તેઓએ ભંગારના ભાવે 3000 રૂપિયાનું સ્કૂટર ખરીદ્યું બાદમાં તેઓએ પોતાના આઈડિયા થી ઓછા ખર્ચામાં આ સ્કૂટર તૈયાર કરવા માટે મથામણ શરૂ કરી સૌપ્રથમ તો ત્રણથી ચાર મેકેનિકોએ આ સ્કૂટર ચાલુ કરવું શક્ય નથી.
આવકનો સ્ત્રોત: હું કાયમ કંઈક ને કંઈક યુનિક કરવામાં માનું છુ. તેથી મેં ઓછા ખર્ચમાં આ યુનિક સ્કૂટર બનાવી આવકનો સ્ત્રોત ઊભો કર્યો છે. જે હાલ લોકો ઘણું પસંદ કરી રહ્યા છે. જેનો મને આનંદ થાય છે. યુનિક સ્કૂટર પ્રેમી સ્નેહા પટેલ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આવા યુનિક બાઇક અમે ફિલ્મમાં જોયા હતા પણ અમારા જ પોતાના શહેરમાં આ બાઈક જોતા આ બાઈક ઘણું ઇન્ટરેસ્ટિંગ લાગે છે. આની જોડે સેલ્ફી લેવી પણ ગમે છે. આ બાઈક સાથે પડાવેલા ફોટો વિડિયો અમે સોશિયલ મીડિયામાં પણ શેર કર્યા છે. ભણવાની સાથે કંઈ અલગ પ્રવુત્તિ આ બાઈક સાથે થોડો સમય વિતાવતા અમને ઘણો આનંદ થયો છે--યુનિક સ્કૂટર બનાવનાર સેજલભાઈ
હતાશ ના થયા: મિકેનિક દ્વારા આવો જવાબ મળતા સેજલભાઈ હતાશ ના થતા તેમણે સ્કૂટર સ્ટાર્ટ કરવાના તેમના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. બાદમાં તેમને પોતાના જ ગામના નજીકના એક મેકેનિક તથા વેલ્ડર નો સંપર્ક થતા તેઓના માધ્યમથી સ્કૂટરને તૈયાર કરવામાં આવ્યું સ્કૂટર તો તૈયાર થઈ ગયું હતું. પરંતુ તે સ્ટાર્ટ ના થતું હતું તેથી સેજલભાઈએ યુટ્યુબના માધ્યમથી સ્કૂટરનું કાર્બોરેટર ખોલી તેની સાફ-સફાઈ કરી. પરંતુ આ સ્કૂટરમાં જેટ પીન અને સીડીઆઇ કોઇલ નો પ્રોબ્લેમ હોય આ સામાન અહીંના લોકલ માર્કેટમાં મળવો મુશ્કેલ હતો.
આ પણ વાંચો Navsari Ramakatha: નવસારીમાં યોજાયેલી રામકથામાં કિન્નર સમાજ ગરબે ઝૂમ્યો
સ્કૂટર ચાલુ કરવામાં આવ્યું: તેમણે દિલ્હીથી તમામ સામાન મંગાવ્યો અને યુટ્યુબમાં જોઈ તમામ સામાન જોઈન્ટ કરી 12,000 નો ખર્ચ કરી આ સ્કૂટર ચાલુ કરવામાં આવ્યું. ત્યારબાદ સ્કૂટરને મોડીફાઇ કરી ચાર ફૂટ લાંબા સ્કૂટરને દસ ફૂટ જેટલું લાંબુ કરી ત્રણ સીટ વાળું સ્કૂટર બનાવ્યું. જેથી લોકોને કંઈક નવું લાગે અને લોકો આનાથી આકર્ષાઈ અને કંઈક યુનિક લાગે તેથી શરૂઆતમાં જ્યારે આ સ્કૂટર તેઓ બનાવતા હતા. ત્યારે ગામના લોકો તેમ જ મિત્રો દ્વારા તેમની હસી ઉડાવવામાં આવતી હતી. પરંતુ જ્યારે આ સ્કૂટર વેસ્ટ માંથી બેસ્ટ બનાવી સેજલ ભાઈએ રોડ પર હંકારવા ઉતાર્યું ત્યારે લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
1.6 મિલિયન વ્યુસ: સેજલભાઈએ પોતાના ફેસબુક પેજ પર પોતાના આ યુનિક સ્કૂટર નો 14 થી 15 સેકન્ડ નો વિડીયો અપલોડ કરતા થોડા જ સમયમાં આ વિડીયો ને 1.6 મિલિયન વ્યુસ મળ્યા અને 2000થી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો તેથી આ સ્કૂટર ઉંડાચ તેમજ બીલીમોરા પંથકમાં ખૂબ પ્રચલિત થઈ ગયું જ્યારે પણ સેજલભાઈ આ સ્કૂટર લઈને પોતાના ગામમાં કે બીલીમોરા શહેરમાં નીકળે છે. ત્યારે લોકો કોઈ અજાયબી હોય તેવી રીતે આ સ્કૂટરને નિહાળે છે. ઘણા લોકો ચાલુ બાઈક એ અથવા તો કારમાંથી આ યુનિક સ્કૂટરના ફોટા અને વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરે છે. બીલીમોરા શહેરના રોડ પર જ્યારે આ સ્કૂટર નીકળે છે. ત્યારે અહીનો યુવા વર્ગ સ્કૂટર ને જોઈ આકર્ષિત થાય છે. આ યુનિક સ્કૂટર પર પોતાના ગ્રુપ સાથે સેલ્ફી તેમજ વીડીયો ફોટા પાડવા એકત્ર થઈ જાય છે પોતાના આ સ્કૂટરની આટલી લોકપ્રિયતા જોઈ સેજલભાઈ પણ ગર્વ લઈ રહ્યા છે.
બીલીમોરા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર: સેજલ ભાઈનો યુનિક સ્કૂટર ને બનાવવાનો હેતુ સ્કૂટરને લગ્નમાં તેમજ બર્થ ડે પાર્ટી કે અન્ય પ્રસંગોમાં ભાડે આપી સેલ્ફી પોઇન્ટ પર મૂકી લોકોને મનોરંજન પૂરું પાડી શકાય તેનો છે. હાલ સેજલ ભાઈ આ યુનિક સ્કૂટરને એક દિવસના 2000 રૂપિયા ના દરે ભાડે આપી સારી આવકનો સ્ત્રોત ઊભો કર્યો છે. આ સ્કૂટર બીલીમોરા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આની લોકપ્રિયતા ના ભાગરૂપે લગ્નમાં ભાડે આપવા માટે એપ્રિલ મે મહિનામાં સેજલ ભાઈ ને સારા એવા બુકિંગ પણ મળ્યા છે. તેથી હાલ તો તેઓ વેસ્ટ માંથી બેસ્ટ બનાવેલા સ્કૂટરમાંથી સારી આવક મેળવવાની આશા રાખી રહ્યા છે.