ETV Bharat / state

Morari Bapu : રામ નવમીના પર્વને લઈને મોરારી બાપુનું એક આહવાન એક અપીલ

નવસારીમાં માનસ રામ કથાના વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ રામ નવમીની શુભેચ્છાઓ સાથે એક અપીલ કરી છે. રામ નવમીના પર્વને લઈને લોકોને ઘરમાં દીવા પ્રગટાવવા આહવાન કર્યું છે. પરતું સાથે તેમણે કોરોનાના વધતા જતા કેસને લઈને પણ એક અપીલ કરી છે.

Morari Bapu : રામ નવમીના પર્વને લઈને મોરારી બાપુનું એક આહવાન એક અપીલ
Morari Bapu : રામ નવમીના પર્વને લઈને મોરારી બાપુનું એક આહવાન એક અપીલ
author img

By

Published : Mar 30, 2023, 10:18 PM IST

રામ નવમીના પર્વને લઈને મોરારી બાપુનું એક આહવાન એક અપીલ

નવસારી : શહેરના જાણીતા રાજકારણી અને સેવાભાવી પ્રેમચંદ લાલવાણીના માતા કૌશલ્યયા પ્રભુમલ લાલવાણીના સ્મરણાથે માનસ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારીમાં આયોજિત આ કથાનો આંક 914મો છે, જ્યારે આજે કથાનો અંતિમ દિવસ હોય અને રામ નવમીનો તહેવાર હોય ત્યારે પૂજ્ય બાપુએ સમગ્ર દેશવાસીઓને વ્યાસપીઠ પરથી રામનવમીની શુભેચ્છા પાઠવી હતી. તેમજ દરેક ઘરમાં બે દીવા પ્રગટાવવા આહવાન બાપુએ કર્યું હતું. મોરારી બાપુએ રાજ્યમાં વધતા જતા કોરોના કેસ સામે ચિંતા પણ વ્યક્ત કરી હતી.

રામ નવમીને લઈને શુભેચ્છા પાઠવી : કથાના વ્યાસપીઠ પરથી રામ નવમીના પ્રસંગે મોરારી બાપૂએ કહ્યું હતું કે, રામ નવમી અને માનસ નવમીના દિવસે સમગ્ર ગુજરાતને, આપણા દિવ્ય ભારતને, આપણી આ વસુધાને, આખી પૃથ્વી અને ત્રિભુવનને તલગાજરડાના સાધુ તરીકે સૌને બધાઈ.

આ પણ વાંચો : Bhavnagar News: H3N2 દર્દીના મૃત્યુ બાદ 20 હજાર લોકોનું સર્વેલન્સ, આરોગ્ય કેન્દ્રની કોરોનાના કેસ પર નજર

કોરોનાને લઈને શું કહ્યું : પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, કોરોનાના સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘર ઘરમાં દીવો પ્રગટાવવા આહ્વાન ક્યું હતું અને લગભગ દરેક વ્યક્તિએ તેમનો સાથે આપતા દીવો પ્રગટાવ્યો હતો. આજ રીતે આપણે રામનવમીના દિવસે ઘેર-ઘેર બે દીવા પ્રગટાવવા એક સાધુ તરીકે વિનંતી કરી હતી. વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં કોરોનાની અસર ફરીથી વધી રહી છે, ત્યારે આપણે બધાએ ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.

આ પણ વાંચો : Corona Cases: હવે ફરી માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનો સમય આવી ગ્યો, તબીબોની સલાહ

તહેવાર વચ્ચે કોરોનાનો ઉછાળો : ઉલ્લેખનીય છે કે, દેશમાંથી લોકોને કોરોના કેસને લઈને માંડ માંડ રાહત મળી રહી હતી, ત્યારે વળી પાછું ઓચિંતા કોરોના કેસમાં દરરોજ એકાએક ઉછાળો આવતા ક્યાંકને ક્યાંક લોકોને સાવધાની રાખવી ખુબ જ જરુરી છે. તો બીજી તરફ રામ નવમીના તહેવારને લઈને આ વર્ષે લોકોમાં ઉમંગ, ઉત્સાહ પણ સારો એવો જોવા મળી રહ્યો હતો. પરંતુ તેની વચ્ચે મહાકાલ સમાન કોરોના વધતા કેસોને લઈને લોકોના ઉંમગમાં સામાન્ય દુ:ખનું વાદળ બની રહ્યું છે. ત્યારે રાજ્યના પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી લોકોને ઉંમગ સાથે કોરોનાને લઈને ડરવાની નહીં પરતું સાવધાની રાખવાની અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.