ETV Bharat / state

Navsari News : જલાલપુર તાલુકામાં ખેતીલાયક જમીનની આસપાસ ઔદ્યોગિક એકમ સ્થાપવાનો વિરોધ, ગ્રામજનોએ આપ્યું આવેદન - વ્યાવસાયીક એકમો સ્થાપવા માટે ખુલ્લા પ્લોટ

નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા આસુંદર ગામમાં ખેતીલાયક જમીનની આસપાસ ઔદ્યોગિક એકમ સ્થાપવા માટેના પ્લોટનું આયોજન કરવા આવ્યું છે. જોકે, ગ્રામજનોએ તેનો વિરોધ કરતા આજે નવસારી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સમસ્યાનું યોગ્ય સમાધાન લાવવાની માંગ કરી હતી.

Navsari News
Navsari News
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 9:28 PM IST

જલાલપુર તાલુકામાં ખેતીલાયક જમીનની આસપાસ ઔદ્યોગિક એકમ સ્થાપવાનો વિરોધ

નવસારી : જલાલપુર તાલુકામાં આવેલ આસુંદર ગામમાં સરકાર ઔધોગિક એકમ સ્થાપવાની દિશામાં કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે પાંચ ગામોના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ નોંધાવી કલેકટરને આજે આવેદન આપ્યું છે. ઔદ્યોગિક એકમો આવવાથી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રદૂષણમાં વધારો થશે તેવો ભય વ્યક્ત કર્યો હતો.

ઔદ્યોગિક એકમની યોજના : નવસારી શહેરને અડીને આવેલા આસુંદર ગામ અંદાજે 1000 ની વસ્તી ધરાવતું ગામ છે. અહીં મોટી સંખ્યામાં લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ ગામની સર્વે નં. 312, 316 અને 317 વાળી જમીનમાં વ્યાવસાયીક એકમો સ્થાપવા માટે ખુલ્લા પ્લોટનું આયોજન કરવામાં આવવાનું હોવાની બાબત ગ્રામજનોને ધ્યાને આવી હતી. જે અંગે લોકોએ વિરોધ શરૂ કર્યો છે. ગામના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ઔદ્યોગિક એકમોને સ્થાપવા માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે તો આસપાસના કેટલાય ગામો પ્રદૂષણનો ભોગ બનશે. કારણ કે, અહીંથી પસાર થતી ગામની ખાડીમાં પ્રદૂષણ ફેલાવવાના કારણે આ ખાડીના પાણી પર નભતા પશુઓમાં રોગચાળો ફેલાવવાની આશંકા છે.

ગ્રામજનોની સમસ્યા : આ ઉપરાંત લોકોનું માનવું છે કે, ખેતીમાં પણ આ પાણીનો ઉપયોગ થતો હોવાથી ખેતીને પણ મોટી સંખ્યામાં નુકસાન થવાની ભીતિ સર્જાશે. તો બીજી તરફ વાતાવરણમાં પણ પ્રદૂષણ ફેલાશે. જે સર્વે નંબરની જમીનમાં ઔધોગિક એકમો સ્થપાવવા જઈ રહ્યા છે, એને અડીને આદિવાસી હળપતિ સમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. તો આ ઔદ્યોગિક એકમોને મંજૂરી મળે તો હળપતિવાસના રહેવાસીઓને પણ માઠી અસર થશે. આ ગામના લોકો મોટી સંખ્યામાં ખેતી પર નભતા લોકો છે. અહીં ઘણી ખેતીલાયક જમીન છે. તે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થશે. જેની અસર સીધી ખેડૂતો પર જોવા મળશે.

આ ઔદ્યોગિક એકમોને સ્થાપવા માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે તો આસપાસના કેટલાય ગામો પ્રદૂષણનો ભોગ બનશે. કારણ કે, અહીંથી પસાર થતી ગામની ખાડીમાં પ્રદૂષણ ફેલાવવાના કારણે આ ખાડીના પાણી પર નભતા પશુઓમાં રોગચાળો ફેલાવવાની આશંકા છે. -- અમિત પટેલ (ગામ આગેવાન)

આંદોલનની ચીમકી ઉચ્ચારી : અંદાજે 1000 ની વસ્તી ધરાવતું આસુંદર ગામમાં ડાંગર, શેરડી, બાગાયતી પાક વાવવામાં આવે છે. જેમાં પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સર્જાશે. આ ખાડીનું પાણી બીજા ગામ જેવા કે કડોલી, છીણમ, માણેકપુર, તવડી પણ ઉપયોગ કરે છે. આ ગામની ખેતી સહિત ખેતીના બોરવેલના પાણીને પણ અસર થશે. જે સંદર્ભે ગ્રામજનોને આવેદન આપ્યું હતું. જો સરકાર ઔધોગિક એકમ ન સ્થાપવાની માંગ અંગે યોગ્ય પગલાં નહીં ભરે તો ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

ગ્રામજનોની શંકાઓને નિવારણ થાય તે પ્રમાણે સમજૂતી કરવામાં આવી છે. તેમ છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટ ક્લિયરન્સમાંથી હિયરીગ રાખવામાં આવશે. ત્યારે આ બાબતની તકેદારી રાખવામાં આવશે. -- કેતન જોશી (નવસારી જિલ્લા અધિક કલેકટર)

તંત્ર દ્વારા સમજાવટ : આ અંગે નવસારી અધિક કલેક્ટર કેતન જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આસુંદર ગામ તેમજ આસપાસના ગામના લોકો આજે તેઓની ગામની નજીક ઔધોગિક એકમો સ્થાપિત ન થાય તે માટે રજૂઆત કરવા આવ્યા હતા. જેમની રૂબરૂ સમજાવટ કરવામાં આવી છે. જે ટેક્સટાઇલ પાર્ક વગેરે આવી રહ્યું છે તેને લઈને સ્થાનિક રોજગારીમાં વધારો થશે. એમાં કોઈ કેમિકલયુક્ત પદાર્થોનો ઉપયોગ કરી કેમિકલ વાળું પાણી છોડવા બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પૂર્વ પરવાનગી લઈને આવા એકમો સ્થાપિત કરવામાં આવતા હોય છે.

  1. Navsari Agriculture : ખેડૂતોમાં ખમ્મા ખમ્મા મેહૂલિયાની લાગણી, ડાંગર અને શેરડીના પાકને જીવતદાન મળ્યું
  2. MLA Anant Patel : ધારાસભ્ય અનંત પટેલ દ્વારા નેશનલ હાઇવે નંબર 56 ઉપર ખાડા મહોત્સવ યોજવામાં આવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.