ETV Bharat / state

ધોરણ-10નું ઓછું પરિણામ છતા નવસારી રાજ્યમાં પાંચમા ક્રમે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે મંગળવારે ધોરણ 10નું પરિણામ ઓનલાઈન જાહેર કરાયું છે. જેમાં નવસારી જિલ્લાનું પરિણામ 64.72 ટકા રહ્યું છે. જે ત્રણ વર્ષોની સરખામણીમાં 6 ટકા ઓછુ આવ્યું છે. તેમ છતા 57 A1 ગ્રેડ સાથે નવસારી જિલ્લો રાજ્યમાં પાંચમા ક્રમે રહ્યો છે. જો કે ઓછું પરિણામ આવવા પાછળ પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવેલો બદલાવ મુખ્ય કારણ હોવાનું શિક્ષણવિદો માની રહ્યા છે.

ઓછુ પરિણામ, પણ નવસારી રાજ્યમાં પાંચમા ક્રમે

author img

By

Published : Jun 9, 2020, 9:10 PM IST

નવસારી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મંગળવારેના રોજ ઓનલાઈન જાહેર કરાયેલા ધોરણ-10ના પરિણામમાં નવસારી જિલ્લાનું પરિણામ 64.72 ટકા આવ્યું છે. પરિણામ આવતા જ ક્યાંક ખુશી જોવા મળી હતી, તો ક્યાંક નિરાશા હતી. પરંતુ જિલ્લામાં પરીક્ષા આપનારા 18,527 વિદ્યાર્થીઓમાંથી 57 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 649 વિદ્યાર્થીઓ A2 ગ્રેડથી ઉત્તીર્ણ થયા છે. જેમાં ડિવાઈન પબ્લિક સ્કુલની વિદ્યાર્થીની અને ખેડૂત પુત્રી માનસી હર્ષદ પટેલે 600માંથી 578 માર્ક્સ મેળવી, 99.99 પર્સન્ટાઇલ સાથે જિલ્લામાં પ્રથમ રહી છે. પ્રથમ રહેલી માનસીએ બાયો ટેકનોલોજી સાથે ન્યુરોલોજીસ્ટ બનવાનું સપનું સેવ્યુ છે.

ઓછુ પરિણામ, પણ નવસારી રાજ્યમાં પાંચમા ક્રમે

વર્ષો જૂની શિક્ષણ પ્રણાલીમાં ગુજરાત સરકાર બદલાવ કરવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં દેશની સાથે રાજ્યમાં પણ એક જ સમયે શૈક્ષણિક સત્ર શરૂ થાય એવા પ્રયાસો સાથે બોર્ડ પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કર્યો છે. જેની સાથે જ હવે વિદ્યાર્થીઓએ પણ સ્પર્ધાત્મક યુગમાં બોર્ડ પરીક્ષાઓ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ પ્રાથમિક ધોરણથી જ પ્રયાસ કરવા પડશે એવી સ્થિતિ બની છે. ત્યારે જિલ્લામાં સતત પ્રથમ સ્થાને રહેતી ડિવાઇન સ્કુલ દ્વારા બાળકોને શૈક્ષણિક પરીક્ષા સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ શ્રેષ્ઠ પરિણામ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

નવસારી જિલ્લામાં ધોરણ 10નું પરિણામ વર્ષ 2018 માં 70.64 ટકા હતું. જે વર્ષ 2019માં સાડા ત્રણ ટકા ઘટીને 67.40 ટકા આવ્યું હતું. જેમાં પણ વર્ષ 2020માં ઘટાડો જોવા મળ્યો છે અને ત્રણ વર્ષની સરખામણીમાં પરિણામ 6 ટકા ઘટીને 64.72 ટકા રહ્યું છે. જેના કારણમાં ગણિતનું પ્રશ્નપત્ર હાર્ડ રહેવા સાથે જ પરીક્ષા પદ્ધતિમાં આવેલો બદલાવ મુખ્ય રહ્યો છે. બોર્ડ દ્વારા પરીક્ષામાં OMR પદ્ધતિ કાઢી નાખી, લેખિત પ્રશ્નોમાં વધારો કરાતા, વિદ્યાર્થીઓના પરિણામ પર અસર જોવા મળી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી જણાવી રહ્યા છે. તેમ છતાં ઓછા પરિણામે પણ નવસારી રાજ્યમાં ટોપ-5માં આવતા નવસારી ગૌરવાન્વિત થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.