નવસારી: ચીખલી તાલુકાના HP પેટ્રોલ પંપ ઉપર ગઈકાલે (રવિવાર તારિખ 05 ફેબ્રુઆરી) સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં ERTIGA ગાડી ગેસ ભરવા માટે આવી હતી. જેમાં કર્મચારીએ ગેસ ભરાવતા પહેલા પેસેન્ઝર્સને સુરક્ષાના ભાગરૂપે કારમાંથી બહાર આવવા કહ્યું હતું. કારમાં બેઠેલા ચાર યુવાનોએ કર્મચારી સાથે ભૂંડા બોલીને માથાકુટ કરી નાંખી હતી.
બાદમાં પૈસા આપી કર્મચારીને માર મારી નાસી ગયા હતા. સમગ્ર મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.
આ પણ વાંચો Navsari Crime: એવું ચોરખાનું બનાવ્યું કે, પોલીસ પણ ચોંકી ગઈ 5000થી વધુ બોટલ જપ્ત
માર મારી નાસી ગયા: CNG ભરાવતા પહેલા કર્મચારીએ ગ્રે કલરની ertiga કારમાં આવેલા કારચાલકને તમામ પેસેજરોને નીચે ઉતારવાનું કહ્યું હતું. જેના કારણે અંદર બેઠેલા યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા. પછી એ તમામે પંપના કર્મચારીને માર માર્યો હતો. લાકડીઓ વડે પંપાના કર્મચારી પર તૂટી પડ્યા હતા. મારામારી કરીને તેઓ નાસી ગયા હતા. સુરક્ષાના ભાગરૂપે અને લાઈન વ્યવસ્થિત કરી પેટ્રોલ પંપ પર સીએનજી કે પેટ્રોલ ડીઝલ ભરવા માટે યોગ્ય આયોજન કરવામાં આવે છે.
નિયમ છેઃ પેટ્રોલ પંપ મેનેજમેન્ટ દ્વારા તેઓના પેટ્રોલ પંપ કર્મચારીઓને ખાસ સુચના આપવામાં આવે છે ખાસ નિયમો પણ બનાવવામાં આવેલા છે. પણ કેટલાક તામસી દિમાગના યુવાનોને આ નિયમ સામે વાંધો હોવાથી સહકાર આપતા નથી અને પંપાના કર્મચારીઓ પર રસ્તા રખડતા આખલા લડાઈ કરે એમ તૂટી પડે છે.
સુરક્ષા માટેઃ CNG ગેસ ભરાવવા પહેલા કારમાં સવાર તમામ લોકોને નીચે ઉતરવું પડે છે. કારણ કે જો બ્લાસ્ટ થાય તો તમામ લોકોનો જીવ બચાવી શકાય. તેવા હેતુથી પેટ્રોલ પંપ પર આ નિયમ લાંબા સમયથી લાગુ છે. ચીખલી પાસે આવેલા પરમ પેટ્રોલ પંપ ઉપર શનિવારે સવારે સાડા પાંચ વાગ્યે ગ્રે કલરની ERTIGA કારમાં ગેસ ભરાવવા આવી હતી. કારમાં સવાર લોકોને નીચે ઉતારવા માટે પંપના કર્મચારી વિકી પટેલે આગ્રહ કર્યો હતો. કારમાં સૂતેલા યુવાનો એકાએક વિચલિત થઈ જતાં પંપના કર્મચારી વિકી પટેલને અપશબ્દો બોલીને ગેસ ભરવા માટે કહ્યું હતું.
આ પણ વાંચો ચીખલીમાં સ્ટેટ વિજિલન્સનો રેડ 8.32 લાખનો દારૂ ઝડપાયો
ઈસમો પાસેથી બચાવ્યો: ગેસના પૈસા આપી ફરીવાર ગાળાગાળી કરતા કર્મચારીએ ગાળ ન બોલવા માટે કહેતા કારમાં સવાર ચાર યુવાનોએ પીવીસી પાઇપ વડે વિકી પટેલને માર માર્યો હતો. પેટ્રોલ પંપના અન્ય કર્મચારીએ આવીને વીકીને કારચાલક ઈસમો પાસેથી બચાવ્યો હતો. આ સમગ્ર મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને ચીખલી પોલીસે ERTIGA કારમાં સવાર ચાર જેટલા ઈસમો સામે ફરિયાદ નોંધ તપાસ શરૂ કરી છે.