ETV Bharat / state

Navsari Crime : નવસારી પોલીસે ત્રણ અપહરણકર્તા દબોચી લીધાં, બાળકોના કબજાનો મામલો હતો કારણ - બંધક યુવાન

નવસારીમાં યુવાનનું અપહરણ કરી અને મધ્યપ્રદેશ લઈ જઈ ગોંધી રાખનાર આરોપીઓને પકડી લેવામાં આવ્યાં છે. નવસારી ટાઉન પોલીસ ટીમે મધ્યપ્રદેશ જઇને અપહરણકર્તાઓને ઝડપી બંધક યુવાનને ગણતરીના કલાકોમાં મુક્ત કરાવ્યો હતો.

Navsari Crime : નવસારી પોલીસે ત્રણ અપહરણકર્તા દબોચી લીધાં, બાળકોના કબજાનો મામલો હતો કારણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 4:22 PM IST

Updated : Aug 30, 2023, 5:12 PM IST

બંધક યુવાનને ગણતરીના કલાકોમાં મુક્ત કરાવ્યો

નવસારી : નવસારીના ત્રીસ વર્ષીય યુવાનનું અપહરણ કરી અને મધ્યપ્રદેશ ખાતે લઈ જઈ ગોંધી રાખનાર આરોપીઓને નવસારી ટાઉન પોલીસ દ્વારા મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડી અને યુવાનને ગણતરીના કલાકોમાં મુક્ત કરાવવામાં આવ્યો હતો.

શું હતી ઘટના : નવસારીના એસટી ડેપો નજીક આવેલા ટાપરવાડ ખાતે રહેતો ત્રીસ વર્ષીય સેતુલ ઉર્ફે ગુડ્ડુ અશોક પટેલ ગત તારીખ 23મી ની સાંજે બહાર આવેલી મિત્રની દુકાને જાઉં છું એમ કહીને ઘરે ન આવતા તેની માતા રમીલા બહેને તારીખ 24 મીના રોજ નવસારી ટાઉન પોલીસ મથકે સેતુલના ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

સીસીટીવી ફૂટેજમાં અપહરણની જાણ થઇ : ત્યારબાદ આ ઘટનાની તપાસ કરતા નવસારી ટાઉન પોલીસ મથકના પીઆઇ ચૌધરી સહિતના સ્ટાફે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા શેતુલનું અપહરણ થયાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર ઘટનાની તપાસ બાદ પોલીસ દ્વારા સમગ્ર બનાવવાની વિગતો રમીલા બહેનને જણાવતા અપહરણકર્તા પોતાના સગા સંબંધીઓ જ હોવાનું સેતુલની માતા રમીલા બહેને જણાવ્યું હતું.

કેમ થયું અપહરણ : ત્યારે આ સમગ્ર બનાવમાં મુખ્ય આરોપીઓના ભાઈના લગ્ન ફરિયાદી રમીલા બહેનની ભાણેજ ટ્વિંકલ સાથે થયા હતા અને આરોપીનો ભાઈ ગુજરી ગયા બાદ તેમના બે સંતાનોને વારસદાર તરીકે પાછા મેળવવા માટે આરોપીઓએ વારંવાર માંગણી કર્યા બાદ બાળકોનો કબજો આપવાની તેમની ભાભી ટ્વિંકલ દ્વારા ના પાડવામાં આવી હતી.

અપહરણ કરી ગ્વાલિયર લઇ ગયાં : જે કારણથી આ તમામ આરોપીઓએ કાવતરુ ઘડી રમીલા બહેનના દીકરાને અપહરણ કરી લઈ જઈ તેના બદલામાં બે બાળકોનો કબજો મેળવવાની ગણતરીથી સેતુલ ઉર્ફે ગુડ્ડુ અશોક પટેલનું અપહરણ કર્યું હતું. શેતુલને નવસારી ખાતેથી અપહરણ કરી લઈ જઈ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે બંદી બનાવીને રાખવામાં આવ્યો હતો.

માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં માલુમ પડ્યું હતું કે શેતુલ ઉર્ફે ગુડ્ડુનું અપહરણ થયું છે અને તેને એમપી ગ્વાલિયર ખાતે લઈ જવામાં આવ્યો છે. જેમાં પોલીસની એક ટીમ બનાવી એને એમપી ખાતે મોકલી હુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેન્સના આધારે અને સ્થાનિક પોલીસના સહયોગથી ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. અન્ય ત્રણ આરોપીને પકડવાના બાકી છે, જ્યારે સેતુલ ઉર્ફે ગુડ્ડુને સહીસલામત અપહરણકારોના ચુગાલથી બચાવી લેવામાં આવ્યો છે..એસ. કે. રાય (નાયબ પોલીસ અધિક્ષક)

નવસારી પોલીસે ઉઠાવી જહેમત : આ સમગ્ર પ્રકરણની તપાસ કરવા માટે અને આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા નવસારી ટાઉન પોલીસના પીઆઇ ચૌધરી તેમજ તેમની ટીમને માર્ગદર્શન આપી કડક સૂચના આપતા નવસારી ટાઉન પોલીસની ટીમે 2500 કિલોમીટરનો પ્રવાસ કરી અને જ્યાં ત્રણ રાજ્યોની બોર્ડર લાગે છે તેવા ચંબલ વિસ્તારમાં રાખવામાં આવેલા શેતુલ તેમજ આરોપીઓને સ્થાનિક પોલીસની મદદથી ઝડપી પાડી સેતુલને અપહરણકર્તાઓના કબજામાંથી સહી સલામત છોડાવી 6 પૈકી ત્રણ અપહરણકર્તા ઝડપી પાડ્યા હતાં.

આરોપીઓ કોણ છે : નવસારી પોલીસ દ્વારા સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કામગીરી કરી મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતેથી રાજેશ સિંગ, વિષ્ણુ સિંગ તેમજ છોટનસિં ને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ સાજીયા ખાન મનમોહનસિંહ તેમજ ગાડીના ડ્રાઇવર મુકેશને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી નવસારી ટાઉન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાની તપાસ નવસારી ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

  1. Usury case: પઠાણી ઉઘરાણી કરવા વ્યાજખોરોએ પિતાનું કર્યું અપહરણ, 3 આરોપીઓની ધરપકડ
  2. અપહરણઃ 15 લોકોનું ટોળું ઘરમાં ઘુસી આવ્યું, યુવતી બૂમાબૂમ કરતી રહી
  3. મામાએ ભાણેજના અપહરણનો કર્યો પ્રયાસ, CCTV સામે આવી ઘટના

Last Updated : Aug 30, 2023, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.