નવસારી: ચીખલી પરમ પેટ્રોલ પંપ પર CNG ભરાવતા પહેલા કારમાંથી નીચે ઉતારવા બાબતે મારામારી કરનાર 4 અસામાજિક તત્વો ઝડપાયા છે. પેટ્રોલ પંપ પર કર્મચારીને મારીને પુના ભાગી ગયા હતા.
કર્મચારી સાથે ગાળો: ચીખલી તાલુકાના HP પેટ્રોલ પંપ ઉપર 3 દિવસ અગાઉ સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં ERTIGA ગાડી ગેસ ભરવા માટે આવી હતી. જેમાં કર્મચારીએ ગેસ ભરાવતા પહેલા તકેદારીના ભાગરૂપે કારમાં સવાર તમામને બહાર ઉતારવા કહ્યું હતું. જેથી કારમાં સવાર 3 જેટલા યુવાનોએ કર્મચારી સાથે ગાળા ગાડી કરીને ગેસ ભરાવ્યો હતો. બાદમાં પૈસા આપી કર્મચારીને માર મારી નાસી ગયા હતા. સમગ્ર મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધતા પોલીસે સીસીટીવી અને નંબર પ્લેટના આધારે તપાસ કરતા ચારે આરોપીઓને મહારાષ્ટ્રના પુનાથી ઝડપી લીધા છે.
ગેસ પુરાવા ઉતરતા બબાલ: આ સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી અને ચીખલી પોલીસે ERTIGA કારમાં સવાર ચાર જેટલા ઈસમો સામે ફરિયાદ નોંધ ચારેયની ધરપકડ કરી છે આ યુવાનો અજમેર દરગાહ પર ગયા હતા ત્યાંથી પુના જઈ રહ્યા હતા વચ્ચે ચીખલી ગેસ પુરાવા ઉતરતા બબાલ થઇ હતી. સમગ્ર મામલે ડીવાયએસપી એસ.કે રાય સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તેને આધારે અટીકા કારનો નંબર મેળવી ચીખલી પોલીસ અને સર્વિલમ સ્ટાફ દ્વારા તપાસ કરતા આ ગાડી મહારાષ્ટ્રના પુનાની હોવાનું પોલીસને જાણવા મળ્યું. તમામ આરોપીઓ પણ પુનાના હોવાથી ચીખલી પોલીસની એક ટીમ પુના રવાના થઈ હતી. આ તમામ ચાર આરોપીઓને અટક કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો Navsari Crime: એવું ચોરખાનું બનાવ્યું કે, પોલીસ પણ ચોંકી ગઈ 5000થી વધુ બોટલ જપ્ત
સવારે સાડા પાંચ વાગ્યે: CNG ગેસ ભરાવવા પહેલા કારમાં સવાર તમામ લોકોને નીચે ઉતરવું પડે છે. કારણ કે જો બ્લાસ્ટ થાય તો તમામ લોકોનો જીવ બચાવી શકાય તેવા હેતુથી પેટ્રોલ પંપ પર આ નિયમ લાંબા સમયથી ચાલી આવ્યો છે. પરંતુ ચીખલી પાસે આવેલા પરમ પેટ્રોલ પંપ ઉપર શનિવારે સવારે સાડા પાંચ વાગ્યે ગ્રે કલરની ERTIGA ( MH- 14 CE- 0767) કારમાં ગેસ ભરાવવા આવી હતી.
આ પણ વાંચો નવસારી જિલ્લામાં smc અને cid ક્રાઇમ ની ટીમોની મોટી રેડ 4.35 લાખનો દારૂ ઝડપી પાડ્યો
દોડાવીને માર માર્યો: કારમાં સવાર લોકોને નીચે ઉતારવા માટે કર્મચારી વિકી પટેલે આગ્રહ કર્યો હતો કારમાં સૂતેલા યુવાનો એકાએક વિચલિત થઈ જતાં પંપના કર્મચારી વિકી પટેલને અપશબ્દો બોલીને ગેસ ભરવા માટે કહ્યું હતું. ત્યારબાદ ગેસના પૈસા આપી ફરીવાર ગાળાગાળી કરતા કર્મચારીએ ગાળ ન બોલવા માટે કહેતા કારમાં સવાર ચાર જેટલા યુવાનોએ પીવીસી પાઇપ વડે વિકી પટેલને દોડાવીને માર માર્યો હતો.જેથી કર્મચારીને માથામાં ટાંકા લેવા પડ્યા હતા.