નવસારીઃ નવસારીમાં આવેલા વિજલપોર ખાતે રહેતા મસાલાના વેપારી અને આમ આદમી પાર્ટીના કાર્યકર ગોપાલ મુકેશભાઈ જાગતાપને ઢોરમાર માર્યો હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. પોતાના ત્રણ જૂના મિત્રોએ જૂની અંગત અદાવતમાં ફોન કરીને નવસારીના કાદરી વાડ વિસ્તાર પાસે મળવા માટે બોલાવ્યા હતા. એ પછી મામલો ગરમાયો હતો. જોકે, આ કેસમાં પોલીસે આરોપીઓને પકડીને આખા ગામમાં એનું સરઘસ કાઢ્યું હતું. જ્યારે આરોપીઓએ પણ જાહેરમાં ક્ષમા માગી હતી.
આ પણ વાંચોઃ Navsari News : પ્રેમીએ પ્રેમિકાના મૃત્યુ મામલે પરિવાર પર કર્યા આક્ષેપ, પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો
ગંભીર ઈજા થઈઃ ગોપાલભાઈ જ્યારે કાગદીવાડ વિસ્તાર માં મળવા માટે પહોંચ્યા ત્યારે આ ત્રણેય યુવકોએ એમના ઉપર તૂટી પડ્યા હતા. લોખંડના ડંડા વડે માર મારવાનો ચાલુ કરી દીધો હતો. લોખંડના ડંડાનો માર પગ પર વાગતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. આ સમગ્ર મામલે એમના અન્ય મિત્રો ઘટના સ્થળે પહોંચી જઈ તાત્કાલિક તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેઓની સ્થિતિ ગંભીર થતા તેઓને ICCU માં એડમીટ કરાયા છે.
વિડીયો બનાવી વાયરલઃ બીજી તરફ આ માથાભારે ત્રણ યુવાનોએ ગોપાલભાઈને માર મારતા હતા. એ સમયે કોઈ ઈસમે આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો. તે વીડિયોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો. સોશિયલ મીડિયા એપ્લિકેશન ઈન્સ્ટાગ્રામના સ્ટેટસમાં આ વિડીયો પોસ્ટ કરાયો હતો. જેને એડિટ કરી રીલ રૂપે વહેતો કરવામાં આવ્યો હતો. પોતાની જાતને ભાઈ સમજતા હોય તેમ આ સમગ્ર વિડીયોને વાયકલ કરાયો હતો.
આ પણ વાંચોઃ Ahmedabad Crime : દારૂના અડ્ડાની ફરિયાદ કરનાર વેપારી પર બુટલેગરે કર્યો હુમલો,
પોલીસ ફરિયાદ થઈઃ આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર આવા વિડિયો અપલોડ કરી આ યુવકોએ પોલીસથી પણ ના ગભરાતા હોય તેઓ માહોલ ઊભો કર્યો હતો. આ સમગ્ર મામલે ગોપાલ જગતાપના પિતાએ ત્રણ યુવાનો સામે નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. જૂની અંગત અદાવતમાં ગોપાલભાઈને ઢોર માર માર્યો હોવાનું પ્રાથમિક તારણ રૂપે બહાર આવ્યું છે.
નેતાઓ એક્શનમાંઃ આ સમગ્ર ઘટનામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર હુમલો થતાં પાર્ટીના દિગ્ગજ નેતા ગોપાલ ઇટાલીયા અને મનોજ સોરઠીયા નવસારી જિલ્લા પોલીસને મળવા માટે પહોંચ્યા હતા. આ સાથે તેમણે આવા શખ્સો સામે કડક એક્શન લેવા માટે અપીલ કરી હતી. સમગ્ર મામલે જિલ્લા પોલીસે તપાસને આધારે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
શું કહે છે ઈટાલિયાઃ આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલીયા જણાવ્યું હતું કે, અમારા કાર્યકર્તા પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેને લઇને અમે આજે નવસારી જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવા આવ્યા હતાં. અમારી રજૂઆત ખૂબ ધ્યાનપૂર્વક સાંભળી અને અમને યોગ્ય તપાસની ખાતરી આપી છે.