ETV Bharat / state

Navsari Corona Update : નવસારીમાં વધુ એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં ચક્કચાર મચી

નવસારી જિલ્લામાં નવેમ્બર મહિનામાં ધીમી ગતિએ વધતા કોરોનાના 30 પોઝિટિવ (Navsari Corona Update) કેસ થયા છે, ત્યારે રવિવારે ચીખલીની અગાસી ITIનો 17 વર્ષીય વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. બે દિવસ પહેલા એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિની પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ(Health Department Navsari) હરકતમાં આવ્યું છે. સાથે જિલ્લાની શાળાઓમાં(Corona Positive Case) આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ પણ શરૂ કરાયું છે. જેમાં અત્યાર સુધીમાં 11 હજારથી વધુ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ(Student Corona in Gujarat) કરાયા છે.

Navsari Corona Update : નવસારીમાં વધુ એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં ચક્કચાર મચી
Navsari Corona Update : નવસારીમાં વધુ એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં ચક્કચાર મચી
author img

By

Published : Nov 29, 2021, 9:10 AM IST

  • બે દિવસ અગાઉ એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિની થયા હતા પોઝિટિવ
  • વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં
  • જિલ્લામાં અત્યાર સુધીમાં 11651 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
  • વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવતા ઓફલાઈન શિક્ષણની સંમતિ આપનાર વાલીઓની ચિંતા વધી

નવસારી :કોરોનાની બીજી લહેર શાંત થયા બાદ નવસારી એક સમયે કોરોના મુક્ત બન્યો હતો. પરંતુ કોરોના પ્રતિબંધોમાં વધુ છૂટછાટ મળતા અને તહેવારો શરૂ થતા નવસારી જિલ્લામાં ફરી ધીમે પગલે કોરોનાના કેસોમાં વધારો(Navsari Corona Update) થઈ રહ્યો છે. જેમાં નવેમ્બર મહિનાના 28 દિવસોમાં 30 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. જ્યારે હવે શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમણનો (Corona Positive Case) ભોગ બની રહ્યા છે. 28મી નવેમ્બરના રોજ ચીખલીની અગાસી ITI માં અભ્યાસ કરતો 17 વર્ષીય વિદ્યાર્થી કોરોના પોઝિટીવ(Corona Update Today) નોંધાયો છે.

શિક્ષણ કાર્યને લઈને વાલીઓની ચિંતા વધી છે

આ ઉપરાંત 26 નવેમ્બરે પણ નવસારીની AB સ્કૂલનો 14 વર્ષીય વિદ્યાર્થી અને ઘરે રહીને અભ્યાસ કરતી 18 વર્ષીય વિધાર્થિની પણ કોરોના સંક્રમિત થયા હતા. વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ઓફલાઈન શિક્ષણ માટે સંમતિ આપનારા વાલીઓની ચિંતા વધી છે. સાથે જિલ્લા આરોગ્ય વિભાગ પણ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણને લઇ હરકતમાં આવ્યું છે.

આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં સ્ક્રીનીંગ હાથ ધરાયું

નવસારી જિલ્લામાં શાળાઓ શરૂ થતા જિલ્લા આરોગ્ય વિભાગ(Health Department navsari) દ્વારા જિલ્લાની 800થી વધુ શાળાઓમાં(Student Corona in Gujarat) કોરોનાનું સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન સાથે વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ(Corona Test of Students) પણ કરવામાં આવી રહ્યા છે. નવસારીની AB સ્કૂલનો 14 વર્ષીય વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગે(Navsari Health Department) તેના વર્ગખંડના તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કર્યા હતા. આ ઉપરાંત અગાસી ITIનો 17 વર્ષીય વિદ્યાર્થી પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ તેમની આસપાસ વસ્તુઓ તેમજ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા તેનો વર્ગખંડ પાંચ દિવસ માટે બંધ કરવાની સૂચના

નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના કોરોના કંટ્રોલ કમાન્ડ સેન્ટરના ડૉ. ભાવેશ પટેલે જણાવ્યું કે, શાળાઓ શરૂ થતા જ આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા શાળાઓમાં સ્ક્રીનીંગ અને કોરોના ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતુ. AB સ્કૂલના વિદ્યાર્થીના કેસમાં પ્રથમ તેના માતા કોરોના પોઝિટીવ આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો હતો. જેથી એની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના પણ ટેસ્ટ કરાવ્યા છે. સાથે જ શાળાના વર્ગને પાંચ દિવસ માટે બંધ કરાવી દેવામાં આવ્યો છે.

નવસારી જિલ્લાની શાળાઓને શું સુચના આપવામાં આવી

આ ઉપરાંત ભાવેશ પટેલે જણાવ્યું કે, શાળામાં કોરોના ગાઇડ લાઇનનો ચુસ્તતાથી પાલન થાય એવા પ્રયાસ હાથ ધરાયા છે. સાથે જ શાળામાં બીજીવાર ટેસ્ટિંગની જરૂર જણાય તો ત્યાં પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લાની(Corona Update in Gujarat) અલગ અલગ શાળાઓમાં કુલ 11651 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. શાળાઓને સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓ ટોળામાં ભેગા ન થાય અને બને એટલું સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝર અને માસ્ક પહેરેલું રાખે તે જરૂરી છે. જિલ્લામાં આવેલી રેસિડેન્શિયલ સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓને RT-PCR ટેસ્ટ બાદ રહેવાની મંજૂરી અપાય છે, આ RT-PCR ટેસ્ટ પણ અમે કરી આપ્યા છે. જોકે સમગ્ર મુદ્દે શાળાઓની સતર્કતા જ કોરોનાને ફેલાતો અટકાવી શકશે.

આ પણ વાંચોઃ સુરતમાં સંસ્કાર જ્ઞાન તીર્થ શાળામાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડ્યા, ધોરણ 8ના વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ માટે બોલાવ્યાં

આ પણ વાંચોઃ કર્ણાટકના કોડાગુની શાળામાં કોરોના બોમ્બ વિસ્ફોટ 31 વિદ્યાર્થીઓ સંક્રમિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.