- નવસારી જિલ્લામાં રવિવારના રોજ 17 લોકો કોરોના સંક્રમિત થયા
- કુલ 16 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
- સતત પાંચ દિવસોથી નવસારીમાં કોરોનાથી એક પણ મૃત્યુ નહીં
નવસારી : જિલ્લામાં કોરોના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેને કારણે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા સવાસો પર પહોંચી છે. જ્યારે રવિવારના રોજ 17 લોકો કોરોના સંક્રમિત થયા હતા. આ સાથે નવસારી જિલ્લામાં સતત પાંચ દિવસોથી કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.
નવસારી જિલ્લામાં કુલ 6,763 દર્દીઓ કોરોનાથી સાજા થયા
માર્ચના મધ્યમાંથી શરૂ થયેલો કોરોનાનો ઘાતક વાવર મેના મધ્ય ભાગથી ઘટી રહ્યો છે. જ્યારે જૂન મહિનામાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. નવસારીમાં રવિવારના રોજ 17 લોકો કોરોના સંક્રમિત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે. જ્યારે જિલ્લામાં 16 દર્દીઓએ કોરોનાને હરાવતા હવે એક્ટિવ કેસની સંખ્યા 125 પર પહોંચી છે. જેની સાથે જ નવસારી જિલ્લા માટે ખુશીની વાત છે કે, છેલ્લા પાંચ દિવસોમાં કોરોનાથી એક પણ મૃત્યુ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું નથી.
નવસારી જિલ્લામાં કુલ 189 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો
ગત ફેબ્રુઆરીમાં ધીમો પડેલો કોરોના એપ્રિલમાં રોકેટ ગતિએ વધી ગયો હતો અને હવે ફરી જૂનમાં ધીમો પડી રહ્યો છે. જો કે, જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 7,077 દર્દીઓ નોંધાયા છે. જેની સામે 6,763 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જ્યારે નવસારી આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં 189 લોકોના કોરોનાથી મોત થયા છે.
આ પણ વાંચો -
- Navsari Corona Update : નવસારીમાં ગુરુવારે કોરોના (corona) ના નવા 15 કેસ નોંધાયા
- Navsari Corona Update : નવસારીમાં 77 દિવસ બાદ કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા
- Navsari Corona Update: આજે 15 Corona Positive Case નોંધાયા
- Navsari Corona Update: નવસારી જિલ્લામાં Corona રિકવરી રેટમાં થયો વધારો
- Navsari Corona Update : Active caseની સંખ્યા 829 થઇ
- Navsari Corona Update: Corona સંક્રમિત કેસ ઘટ્યા, નવા 28 લોકો Corona Positive