ETV Bharat / state

Navsari Corona Update : નવસારી જિલ્લામાં 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - Navsari district

Navsari Corona Update - નવસારી જિલ્લામાં કોરોનાના ઘટતા કેસ જોતા નવસારી જિલ્લો કોરોનામુક્ત થવા તરફ જઈ રહ્યો હોય એવી સ્થિતિ બની છે. જેમાં રવિવારના રોજ નવા 59 દર્દીઓ કોરોનાથી સાજા થતા નવસારી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 254 થઈ છે, જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે એક પણ મોત નોંધાયું નથી. રવિવારના રોજ 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Navsari Corona Update
Navsari Corona Update
author img

By

Published : Jun 6, 2021, 9:58 PM IST

  • રવિવારના રોજ 59 દર્દીઓ કોરોનામુક્ત થયા
  • નવસારી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 254 થઈ
  • રવિવારના રોજ આરોગ્ય વિભાગના ચોપડે એક પણ મૃત્યુ નહીં

નવસારી : વર્ષ 2020માં કોરોનાને નવસાર જિલ્લાવાસીઓએ હરાવતા 2021ના પ્રારંભે કોરોના સંક્રમણમાં વધારો થયો હતો. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થતાં જિલ્લામાં કોરોનાએ પાંચ હજારનો આંકડો પાર કર્યો હતો. જેમાં એપ્રિલ મહિનામાં ઓક્સિજન અને દવાની અછત સર્જાઈ હતી, પરંતુ સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ આગળ આવતા મે મહિનાથી કોરોનામાં થોડી રાહત જોવા મળી હતી.

કોરોના પોઝિટિવ કેસ કરતા કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધતી ગઈ અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં જ કોરોના પોઝિટિવ કેસ 20ની અંદર પહોંચ્યા છે. જેમાં રવિવારના રોજ નવસારીમાં 15 લોકો કોરોના સંક્રમિત થયા છે. નવસારી જિલ્લામાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા 254 છે. જેની સામે 59 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાથી આજે એક પણ મૃત્યુ નોંધાયું નથી.

Navsari Corona Update

  • આજના કોરોના પોઝિટિવ કેસ - 15
  • આજના ડિસ્ચાર્જ - 59
  • આજના મોત - 0
  • એક્ટિવ કેસ - 254
  • કુલ પોઝિટિવ કેસ - 6986
  • કુલ ડિસ્ચાર્જ - 6,545
  • કુલ મોત - 187

Navsari Corona Update - જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7,000 નજીક

વર્ષ 2021ના પ્રારંભે નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ પર કાબૂ રહ્યો હતો, પરંતુ બીજા મહિનાથી જ કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો હતો. જે માર્ચ અને એપ્રિલ મહિનામાં નોંધપાત્ર વધારો થયો હતો, જેના કારણે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 6986 થઇ છે. જેની સામે કુલ 6,545 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી છે. જ્યારે આરોગ્ય વિભાગ અનુસાર અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 187 દર્દીઓએ કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.