ETV Bharat / state

નવસારી ભાજપે સરકારી હોસ્પિટલોમાં કોરોના યોદ્ધાઓને 500 પીપીઇ કીટ આપી

નવસારી સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં કામ કરતા કોરોના યોદ્ધાઓની સુરક્ષા માટે નવસારી જિલ્લા ભાજપ દ્વારા 500 પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ કીટ (પીપીઇ) વિતરિત કરવામાં આવી છે.

author img

By

Published : May 9, 2020, 12:18 AM IST

નવસારી ભાજપે જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં કોરોના યોદ્ધાઓને 500 પીપીઇ કરાઇ વિતરિત

નવસારીઃ ગુજરાતમાં દિવસે દિવસે કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે, જેને લઈને લોકોમાં ચિંતા વધી છે. જોકે નવસારી જિલ્લામાં કોરોના સંક્રમિતો મળ્યા છે, પરંતુ કોરોના પોઝિટિવ દર્દીઓએ યોદ્ધાની જેમ કોરોનાને પછડાટ આપી છે. નવસારીની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં કામ કરતા કોરોના યોદ્ધાઓની સુરક્ષા માટે નવસારી જિલ્લા ભાજપ દ્વારા 500 પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ કીટ (પીપીઇ) વિતરિત કરી છે. જેના કારણે આરોગ્યના યોદ્ધાઓનો આત્મવિશ્વાસ બેવડાયો છે.

કોરોનાને વૈશ્વિક મહામારીથી ગુજરાત છેટૂ રહ્યું નથી, દિવસે દિવસે વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોને કારણે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 હજારને પાર પહોંચી છે. જેમાં આરોગ્ય વિભાગમાં કામ કરતા ડોક્ટરો, સ્ટાફ નર્સ તેમજ અન્ય કર્મચારીઓ પણ કોરોનાના સંક્રમણનો શિકાર બન્યા છે. જેથી કોરોનાથી તેમને બચાવવા તેમની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી બન્યુ છે.

કોરોના રાક્ષસ સામેની લડાઈના અગ્ર હરોળના યોદ્ધાઓ એવા આરોગ્ય કર્મીઓની સુરક્ષા વધારવા નવસારી જિલ્લા ભાજપ દ્વારા નવસારી સિવિલ હોસ્પિટલ, ચીખલી રેફરલ હોસ્પિટલ, ગણદેવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બીલીમોરાની મેન્ગુશી હોસ્પિટલ, વાંસદાની કોટેજ હોસ્પિટલ, મરોલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અંબાડા અને ખડસુપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબો અને પેરા મેડીકલ સ્ટાફ માટે કુલ 500 પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) કીટ વિતરિત કરી હતી.

નવસારીના સાંસદ સી. આર. પાટીલનાં સહયોગથી નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા ભાજપ મહાપ્રધાન ભુરાલાલ શાહ, ઉપપ્રમુખ અશોક ગજેરા સહિતના આગેવાનોએ તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો પર જઇ પીપીઇ કીટ આપી હતી. જેને કારણે કોરોના યોદ્ધાઓનો આત્મવિશ્વાસ બેવડાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.