ETV Bharat / state

Navsari News: નવસારીમાં આંગણવાડીઓ ખંડેર હાલતમાં, બાળકો ખુલ્લા શેડમાં બેસી અભ્યાસ મેળવવા મજબૂર

નવસારી જિલ્લાના નાના ભૂલકાઓને આજે પણ સુવિધાના અભાવમાં અભ્યાસ કરવો પડે એવી સ્થિતિ છે. જિલ્લાની જર્જરીત 114 આંગણવાડીઓ ગ્રાન્ટ ન મળવાથી બની નથી. જેના કારણે ઘણી આંગણવાડીના માસૂમ બાળકો કડકડતી ઠંડીમાં ખુલ્લા શેડમાં અથવા કોઈના ઓટલા પર બેસી શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે.

આંગણવાડીના માસૂમ બાળકો કડકડતી ઠંડીમાં ખુલ્લા શેડમાં અથવા કોઈના ઓટલા પર બેસી શિક્ષણ મેળવવા મજબૂર

author img

By

Published : Jan 29, 2023, 5:11 PM IST

બાળકો ખુલ્લા શેડમાં બેસી અભ્યાસ મેળવવા મજબૂર

નવસારી: જિલ્લાના 6 તાલુકાઓમાં કુલ 1330 આંગણવાડીઓ કાર્યરત છે. જેમાંથી 10 ટકા એટલે 114 આંગણવાડીઓ જર્જરિત છે, જેમાં પણ ઘણી જર્જર આંગણવાડીઓને ICDS વિભાગ દ્વારા તોડી નાંખવાની મંજૂરી આપી હતી. આ આંગણવાડીઓમાંથી ઘણી મનરેગા અને ICDSની સંયુક્ત ગ્રાન્ટમાંથી બનાવવાની હતી, પરંતુ મનરેગાની ગ્રાન્ટ ન મળતા આંગણવાડીઓના નવા મકાનની આશા નિરાશામાં ફેરવાઈ છે.

નવસારીમાં આંગણવાડીઓ ખંડેર હાલતમાં
નવસારીમાં આંગણવાડીઓ ખંડેર હાલતમાં

ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર: વાંસદા તાલુકામાં 24થી વધુ જર્જર આંગણવાડીઓને તોડવાની મંજૂરી મળતા તોડી નાંખવામાં આવી હતી. જેના કારણે નાના ભૂલકાઓને કોઈકના ઓટલા પર, ખુલ્લા શેડમાં, આંગણવાડી વર્કરના ઘરે અથવા દાતાના ઘરે કે ઓટલા પર બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. હાલ પડી રહેલી કડકડતી ઠંડીમાં પણ નાના ભૂલકાઓ મુશ્કેલી વેઠીને આંગણવાડીમાં આવે છે, પરંતુ એમની વેદના સાંભળવા કોઈ તૈયાર નથી.

નાના ભૂલકાઓને આજે પણ સુવિધાના અભાવમાં અભ્યાસ કરવો પડે એવી સ્થિતિ

આંગણવાડીની દિવાલમાં મસમોટી તિરાડો: વાંસદાના મોળાઆંબા ગામે નિશાળ ફળિયાની આંગણવાડીની દિવાલમાં મસમોટી તિરાડો પડી છે, જ્યારે પતરા પણ તૂટી ગયા છે. જેથી ગ્રામ પંચાયતે પશુ દવાખાનામાં આંગણવાડી ચલાવવાની મંજૂરી આપી છે, પરંતુ સાંકડી જગ્યા 30 બાળકોને ભાણાંવવુ આંગણવાડી વર્કરને મુશ્કેલ થઈ પડે છે. જ્યારે પ્રાર્થના દરમિયાન બાળકો સરકારને તેમની વેદના સમજાવવાનો પ્રયાસ કરતા હોય એવું જણાતું હતું.

સરકારી ગ્રાન્ટ ન મળતા નવા મકાનો બન્યા નથી

આ પણ વાંચો: Rajkot Schools : સરકારી શાળામાં વિદ્યાર્થીઓને છજા પર ચડાવવાનો મામલો, આચાર્ય સામે પગલાં લેવાયાં

ખુલ્લા શેડમાં ઠંડીનો સામનો: મોળા આંબા ગામના ટાંકી ફળિયાની પણ આંગણવાડી જર્જરિત હોવાથી નજીકની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના ખુલ્લા શેડમાં બાળકોને બેસાડી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પર્વતીય વિસ્તાર હોવાથી અહીં ઠંડી વધુ રહે છે, ત્યારે બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા સાથે પતરાના શેડમાં પહોંચવા પણ મુશ્કેલી વેઠી રહ્યા છે. બીજી તરફ નવસારીના આસુંદર રબારીવાસમાં ચાલતી આંગણવાડીના બાળકો કડકડતી ઠંડીમાં ઓટલા પર બેસીને અભ્યાસ કરે છે. 11 વર્ષોથી અહીં આંગણવાડી ફાળવાઈ છે, પણ મકાન બન્યુ નથી.

આંગણવાડીના માસૂમ બાળકો કડકડતી ઠંડીમાં ખુલ્લા શેડમાં અથવા કોઈના ઓટલા પર બેસી શિક્ષણ મેળવવા મજબૂર
આંગણવાડીના માસૂમ બાળકો કડકડતી ઠંડીમાં ખુલ્લા શેડમાં અથવા કોઈના ઓટલા પર બેસી શિક્ષણ મેળવવા મજબૂર

આંગણવાડીઓના નવા મકાન બનાવવાની ખાતરી: સરકારી ગ્રાન્ટ ન મળતા નવા મકાનો બન્યા નથી. ત્યારે જિલ્લા ICDS વિભાગના ઇન્ચાર્જ CDPOએ જર્જરિત આંગણવાડીઓના બાળકોને બેસાડવાની વૈકલ્પિક જગ્યા કરી હોવાનો રાગ આલાપ્યો હતો. સાથે જ જિલ્લામાં વિવિધ યોજના હેઠળ ગ્રાન્ટ મેળવી આંગણવાડીઓના નવા મકાન બનાવવાની આશાઓ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: Jamnagar news: સરકારી શાળાની જર્જરિત ઈમારત, શિક્ષકોની અછત વચ્ચે વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા મજબૂર

શાળાઓમાં ચોક્કસ રંગના જ સ્વેટરનો મુદ્દો ઉઠ્યા બાદ સરકાર ઠંડીના મુદ્દે હરકતમાં આવી છે. પરંતુ નાના ભૂલકાઓ જ્યાં ભણે એવી નવસારીના અંતરિયાળ, દુર્ગમ પર્વતીય વિસ્તાર સહિતના ગામડાઓની આંગણવાડીઓના બાળકો ઠંડીમાં ખુલ્લા શેડમાં કે ઓટલા પર બેસીને ભણી રહ્યા છે, ત્યારે સરકાર સરકાર આંગણવાડીના મકાનો બનાવી નાના ભૂલકાંઓની વેદના સાંભળી સંવેદના દર્શાવે એ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.