ETV Bharat / state

નવસારી કૃષિ યુનિવર્સિટીએ ઘઉંના લોટમાંથી પાસ્તા અને નૂડલ્સ બનાવ્યા, બાળકો માટે આરોગ્ય વર્ધક - નવસારી કૃષિ યુનિવર્સિટી

નવસારી કૃષિ યુનિવર્સિટીના પોસ્ટ હાર્વેસ્ટિંગ વિભાગે મેંદાને બદલે ઘઉંના લોટમાં આયુર્વેદિક ગુણધર્મો ધરાવતા બીટ, હળદર, સરગવાના પાનના રંગોના મિશ્રણ થકી સુપાચ્ય પાસ્તા બનાવ્યા છે. પોસ્ટ હાર્વેસ્ટ વિભાગ દ્વારા નિર્મિત પાસ્તા અને નૂડલ્સને બાળકોના આરોગ્યને ઘ્યાને લઇ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ETV BHARAT
ઘઉંમાંથી પાસ્તા અને નૂડલ્સ
author img

By

Published : Oct 17, 2020, 5:22 PM IST

  • નવસારી કૃષિ યુનિવર્સિટીએ બનાવ્યા નૂડલ્સ અને પાસ્તા
  • મેંદાના બદલે ઉપયોગમાં લેવામાં આવ્યો ઘઉંનો લોટ
  • પાસ્તા અને નૂડલ્સનું વેચાણ પણ શરૂ
  • પાસ્તા અને નૂડલ્સમાં આયુર્વેદિક ગુણઘર્મો ઉપલબ્ધ
    ETV BHARAT
    ઘઉંમાંથી પાસ્તા અને નૂડલ્સ

નવસારી: કોરોના કાળમાં આયુર્વેદ ઉપર લોકોનો ભરોસો વધ્યો છે. ખાસ કરીને લોકો આરોગ્યવર્ધક ખોરાક તરફ વળ્યા છે, ત્યારે બાળકોમાં પ્રિય એવા નૂડલ્સ અને પાસ્તા પણ હવે પોષણયુક્ત બન્યા છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના પોસ્ટ હાર્વેસ્ટિંગ વિભાગે મેંદાને બદલે ઘઉંના લોટના આયુર્વેદિક ગુણધર્મો ધરાવતા બીટ, હળદર, સરગવાના પાનના રંગોના મિશ્રણ થકી સુપાચ્ય પાસ્તા બનાવ્યા છે. પોસ્ટ હાર્વેસ્ટ વિભાગ દ્વારા નિર્મિત પાસ્તા અને નૂડલ્સને બાળકોના આરોગ્યને ઘ્યાને લઇ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ETV BHARAT
ઘઉંમાંથી પાસ્તા અને નૂડલ્સ

આયુર્વેદિક ગુણઘર્મો ધરાવતા નૂડલ્સ અને પાસ્તા

કોરોના કાળ શરૂ થયા બાદ લોકો પોતાના સ્વાસ્થયની કાળજી રાખી રહ્યા છે. જેમાં હાઇજેનિક અને આરોગ્યવર્ધક ખોરાક લોકોની પહેલી પસંદ બન્યો છે. ખાસ કરીને બાળકોમાં પ્રિય એવા નૂડલ્સ અને પાસ્તા મેંદાન લોટમાંથી અને આર્ટિફિશિયલ રંગો દ્વારા બનાવવામાં આવે છે. જે પોષણયુક્ત હોતા નથી, ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના પોસ્ટ હાર્વેસ્ટિંગ વિભાગની ટીમે આયુર્વેદિક ગુણઘર્મો ધરાવતા નૂડલ્સ અને પાસ્તા બનાવ્યા છે.

યુનિવર્સિટીના એક વિભાગે બનાવ્યા પાસ્તા અને નૂડલ્સ

નવસારી કૃષિ યુનિવર્સિટીના પોસ્ટ હાર્વેસ્ટિંગ વિભાગે ઘઉંના લોટના નૂડલ્સ અને પાસ્તા બનાવ્યા છે. જેમાં આર્ટિફિશિયલ રંગોને બદલે કુદરતી અને આયુર્વેદિક ગુણધર્મો ધરાવતા બીટમાંથી લાલ, હળદરમાંથી પીળો અને સરગવાના પાનના જ્યુસમાંથી લીલો રંગ ભેળવ્યો છે. બીટ શરીરમાં લોહતત્વની ઉણપ ઓછી કરે છે, હળદર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કારગર છે અને સરગવાના પાન બાળાઓ અને મહિલાઓમાં આયર્ન ઉણપ ઘટાડવામાં ઉપયોગી છે, જ્યારે મેંદાને બદલવા ઘઉંના લોટમાં ફાયબર હોવાથી સુપાચ્ય પાસ્તા આરોગ્યવર્ધક બન્યા છે.

નવસારી કૃષિ યુનિવર્સિટીએ ઘઉંમાંથી પાસ્તા અને નૂડલ્સ બનાવ્યા

પાસ્તા અને નૂડલ્સનું વેચાણ શરૂ

કૃષિ યુનિવર્સિટીના પોસ્ટ હાર્વેસ્ટિંગ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા પાસ્તાનું વેચાણ પણ શરૂ કરવામાં આવ્યુ છે. આરોગ્યવર્ધક પાસ્તાની જાણ નવસારીજનોને થતા તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સાથે જ ઘઉંના પાસ્તા બાળકો પણ પસંદ કરી રહ્યા અને તેની ફરી ડિમાન્ડ પણ વધી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.