ETV Bharat / state

એક્સપ્રેસ વે આડે વિરોધનો સુર, બુલેટ ટ્રેન જેટલા જ વળતરની માંગ

નવસારી : દક્ષિણ ગુજરાતમાંથી એક પછી એક રાષ્ટ્રીય પરિયોજનોમાં સેંકડો હેક્ટર ઉપજાઉ જમીન સંપાદિત થઈ રહી છે. જેમાં અવાસ્તવિક જંત્રીને કારણે લાંબા સમયથી અટવાયેલો બુલેટ ટ્રેન પ્રોજેકટ વીઘાના 91 લાખ રૂપિયાનું વળતર જાહેર થતા આગળ વધ્યો છે. પરંતુ એની સમાંતર બનવા જઇ રહેલા એક્સપ્રેસ વેમાં જુની જંત્રીને આધારે વીઘાના ફક્ત 7 થી 12 લાખ રૂપિયાનું વળતર ચુકવતા અસરગ્રસ્તો ખેડૂતો નિરાશ થયા છે અને વળતર વધારવા ન્યાયિક લડાઈ છેડી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ખેડૂતોએ વળતરનો વિરોધ નહીં કરી, સંમતિ આપી હતી.

author img

By

Published : Dec 27, 2020, 11:59 AM IST

Updated : Dec 27, 2020, 12:16 PM IST

  • બુલેટ ટ્રેનમાં એક વીઘાનું 91 લાખ, જ્યારે એક્સપ્રેસ વેમાં એક વીઘાનું 7 લાખ વળતર
  • વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વેમાં 392 હેક્ટર જમીન, સામે કુલ 464 કરોડ વળતર ચુકવાશે
  • નવસારીના અસરગ્રસ્તોએ વળતર વધારવા સરકારમાં ન્યાયિક લડાઈ છેડી

નવસારી : દક્ષિણ ગુજરાતમાંથી એક પછી એક રાષ્ટ્રીય પરિયોજનોમાં સેંકડો હેક્ટર ઉપજાઉ જમીન સંપાદિત થઈ રહી છે. જેમાં અવાસ્તવિક જંત્રીને કારણે લાંબા સમયથી અટવાયેલો બુલેટ ટ્રેન પ્રોજેકટ વીઘાના 91 લાખ રૂપિયાનું વળતર જાહેર થતા આગળ વધ્યો છે. પરંતુ એની સમાંતર બનવા જઇ રહેલા એક્સપ્રેસ વેમાં જુની જંત્રીને આધારે વીઘાના ફક્ત 7 થી 12 લાખ રૂપિયાનું વળતર ચુકવતા અસરગ્રસ્તો ખેડૂતો નિરાશ થયા છે અને વળતર વધારવા ન્યાયિક લડાઈ છેડી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ખેડૂતોએ વળતરનો વિરોધ નહીં કરી, સંમતિ આપી હતી.

એક્સપ્રેસ વે આડે વિરોધનો સુર
એક્સપ્રેસ વે આડે વિરોધનો સુર
એક્સપ્રેસ વે આડે વિરોધનો સુર
એક્સપ્રેસ વે આડે વિરોધનો સુર

22 ગામ, 209 હેક્ટર જમીન સંપાદિત, 256 કરોડનું વળતર ચુકવાયું

નેશનલ હાઇ-વે ઓથોરિટી દ્વારા નેશનલ હાઇ-વે નં. 48 ને સમાંતર વડોદરા-મુંબઇ એક્સપ્રેસ-વે પ્રોજેકટ આરંભ્યો છે. જેમાં જમીન સંપદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં એક્સપ્રેસ-વેને ગતિ મળી છે. નવસારી જિલ્લામાં 22 ગામોની કુલ 392 હેક્ટર જમીન એક્સપ્રેસ-વેમાં સંપાદિત કરી અસરગ્રસ્તોને કુલ 464 કરોડ રૂપિયાનું ચુકવણું કરવામાં આવશે. જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના ગામોની અવાસ્તવિક જંત્રીને આધારે વળતર નક્કી કરી, ફાઇનલ એવોર્ડ આપવાનું શરૂ કર્યા બાદ અત્યાર સુધીમાં 209 હેક્ટર જમીન સંપાદિત કરી, અસરગ્રસ્તોને 256 કરોડ રૂપિયાનું વળતર પણ ચુકવાઈ ગયું છે અને ફક્ત 182 હેક્ટર જમીનનું સંપાદન બાકી રહ્યું છે. ત્યારે વળતર મુદ્દે સંમતિ આપ્યા બાદ નવસારીના કેટલાક અસરગ્રસ્ત ખેડૂતોએ વિરોધનો સુર છેડયો છે. જેનું કારણ એક્સપ્રેસ-વેથી થોડા કિલોમીટર દૂર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અસરગ્રસ્તોને પ્રતિ વીઘાના 91 લાખ રૂપિયા મળી રહ્યા છે.

એક્સપ્રેસ વે આડે વિરોધનો સુર
એક્સપ્રેસ વે આડે વિરોધનો સુર
એક્સપ્રેસ વે આડે વિરોધનો સુર
એક્સપ્રેસ વે આડે વિરોધનો સુર

વધારે વળતરની માંગ સાથે ખેડૂતોએ આર્બીટેશનમાં કરી ફરિયાદ

નવસારીના વચ્છરવાડ, કુરેલ, ટોળી જેવા ગામોના અસરગ્રસ્ત ખેડૂતોએ વળતરને લઇને વિરોધનો સુર છેડી બુલેટ ટ્રેનમાં સંપાદિત થનારી જમીનનું પ્રતિ ચોરસમીટર 900 રૂપિયાનું વળતર સરકાર દ્વારા નક્કી કરાયું છે, એજ વળતર એક્સપ્રેસ-વેના ખેડૂતોને ચુકવવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે. જેને માટે ખેડૂતોએ નવસારીના લોક પ્રતિનિધિઓ સહિત રાજ્યના મુખ્યપ્રધાનને રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે. જ્યારે જિલ્લા આર્બીટેશનમાં પણ ફરિયાદ કરી, ન્યાયિક લડાઈ આરંભી છે.

એક્સપ્રેસ વે આડે વિરોધનો સુર
એક્સપ્રેસ વે આડે વિરોધનો સુર
બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ-વે બંને પ્રોજેકટ અલગ, તુલના યોગ્ય નહીં - પ્રાંત અધિકારીનવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન તેમજ એક્સપ્રેસ-વે બંને પ્રોજેકટની સૈકડો હેક્ટર જમીનોનું સંપાદન એક સાથે થઈ રહ્યું છે. જેમાં એક્સપ્રેસ-વેના 22 ગામોના અસરગ્રસ્તોના એવોર્ડ જાહેર કરવા સાથે 60 ટકા ચુકવણું પણ થઈ ગયું છે, ત્યારે ખેડુતોના વિરોધ મુદ્દે જિલ્લા જમીન સંપાદન અધિકારીએ બંને પ્રોજેકટને અલગ ગણાવી બંનેની તુલના ન થઈ શકેની કેફિયત રજૂ કરી હતી.
એક્સપ્રેસ વે આડે વિરોધનો સુર
એક્સપ્રેસ વે આડે વિરોધનો સુર

એકને ગોળ, બીજાને ખોળની સરકારી નીતિ સામે ખેડૂતોમાં રોષ

ભારત સરકાર દ્વારા જમીન સંપાદન કાયદો લાગુ તો કર્યો, પણ એમાં બે રાષ્ટ્રીય પરિયોજનો વચ્ચે જમીન - આસમાનનો ફર્ક જોવા મળ્યો છે. જેથી નવસારીના ખેડૂતોમાં એકને ગોળ અને બીજાને ખોળની સરકારી નીતિ સામે રોષ જોવા મળી રહ્યો છે.

Last Updated : Dec 27, 2020, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.