નવસારી : નેશનલ હાઇવે નંબર 48 ફરીવાર લોહિયાળ સાબિત થયો છે. હાઇવેના મટવાડ પાટીયા પાસે રોંગ સાઈડથી વાહન હંકારતા ટ્રક ચાલક સાથે પીકઅપ અને કાર ધડાકા ભૈર અથડાતા મોટો અકસ્માત સર્જાયો છે. પીકઅપ ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. જોકે, સ્થાનિકો દ્વારા કારમાં બેઠેલા ઇજાગ્રસ્ત પરિવારને તાત્કાલિક ખારેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતા ગણદેવી પોલીસ પણ બનાવ સ્થળે તાત્કાલીક પહોંચી હતી.
હાઈવે પર અકસ્માતોની હારમાળા : નવસારી જિલ્લામાં પસાર થતાં 50 કિલોમીટર લાંબા નેશનલ હાઇવે નંબર 48 પર દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અને અકસ્માતોની હારમાળા સર્જાવાનું સિલસિલો યથાવત રહ્યો છે. નવસારીના વેસ્મામાં પાટીયા પાસે પણ થોડા દિવસો અગાઉ ગોઝારો અકસ્માત સર્જાયો હતો અને નવ લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજયા હતા. તો ચીખલીના આલીપુર ગામ નજીક પણ કન્ટેનર અને ઇનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજયા હતા. થોડા દિવસોના આત્રે નવસારીના નેશનલ હાઇવે નંબર 48 પર ગોઝારો અકસ્માતના બનાવો બનવા પામ્યા છે. આમ ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષમાં 65થી વધુ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો : Accident Vadodara: સાવલી મંજુસર જીઆઈડીસી પાસે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
કેવી રીતે અકસ્માત સર્જાયો : ત્યારે નેશનલ હાઇવે નંબર 48 પર ગણદેવી મટવાડ ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલક ગફલત ભરી રીતે રોંગ સાઈડથી પોતાનું વાહન હંકારીને આવતા સામેથી આવતી પીકપ અને કાર ટ્રક સાથે ધડકાભેર અથડાયા હતા. ટક્કર એટલી ભયંકર હતી કે, પીકઅપ ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને જે કાર અથડાઈ હતી એ કારમાં સવાર પરિવાર પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
આ પણ વાંચો : Patan Accident News : પંચાસરમાં રખડતા પશુની અડફેટે બાઈકચાલક યુવાનનું મોત
હાઈવે લાંબી ટ્રાફિક : ધડાકાભેર થયેલા આ અકસ્માતમાં હાઇવે પણ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. કારમાં સવાર લોકોમાં મહિલાઓ પણ હોય તેઓ આ અકસ્માતથી ઘણા જ ગભરાઈ ગયા હતા, પરંતુ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત લોકોને ખારેલ હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ શરૂ કરી દીધી હતી. ગંભીર અકસ્માતને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ લાગી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ ગણદેવી પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી અને હાઇવે પર લાગેલા ટ્રાફિકને હળવો કર્યો હતો