ETV Bharat / state

Navsari News : લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો પર મજબૂતાઈથી લડવાના AAPનું માળખું - નવસારી સર્કિટ હાઉસ

આમ આદમી પાર્ટી ટીમે નવસારી ખાતે સૌજન્ય મુલાકાત લીધી હતી. જ્યાં ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીને લઈને સંગઠનનું માળખું કેવું હોવું જોઈએ વગેરે બાબાતે ચર્ચા કરવામાં આવી હતી.

Navsari News : લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો પર મજબૂતાઈથી લડવાના AAPનું માળખું

author img

By

Published : Mar 25, 2023, 10:29 AM IST

આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓની નવસારી ખાતે જિલ્લા સૌજન્ય મુલાકાત યોજાઈ

નવસારી : વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કંગાળ પ્રદર્શન રહ્યું છે. ત્યારે ટૂંક સમયમાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં સારા પરિણામો મેળવવા માટે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચેતર વસાવા સહિતના દિગ્ગજોની ટીમ ગુજરાતના દરેક જિલ્લાઓમાં સંગઠનની સૌજન્ય મુલાકાત લઈ રહી છે, ત્યારે નવસારી સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની સંગઠનની સૌજન્ય મુલાકાત યોજવામાં આવી હતી. જેમાં નવસારીના અલગ અલગ તાલુકામાંથી મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

શું હતી મીટીંગ : આ જિલ્લા મિટિંગમાં લોકસભાની ચૂંટણી નજીક હોય આગામી સમયમાં જિલ્લાના પ્રભારી લોકસભા ઇન્ચાર્જ તેમજ જિલ્લા સંગઠનનું માળખું કેવું હોવું જોઈએ. એ કઈ રીતે કામગીરી કરશે તે માટેની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આગામી માળખું દોઢ મહિનાની અંદર સંપૂર્ણ બોર્ડ સુધીનું માળખું તૈયાર કરી દેવામાં આવશે, ત્યારબાદ બુથ અને પેજ સમિતિ આગળ વધારવામાં આવશે તથા કાર્યકર્તાઓને પણ નાની મોટી જવાબદારીઓ આપી તેઓને શું કામગીરી કરવાની છે. તે અંગેની તમામ માહિતીઓ આપવામાં આવશે.

આ પણ વાંચો : Mission Loksabha 2024: બજેટસત્ર બાદ ધારાસભ્યોની બેઠકનો ધમધમાટ, જવાબદારી સોંપાઇ શકે

મજબૂતાઈથી લડતા તડામાર તૈયારીઓ : તો બીજી તરફ 2024ની લોકસભાની ચૂંટણીમાંને લઈને આમ આદમી પાર્ટી દ્વારા 26 એ 26 બેઠકો પર મજબૂતાઈથી લડવાના સાથે આગામી બેથી ત્રણ મહિનામાં બાદ જ તમામ લોકસભા સીટ પર ઉમેદવારોની પસંદગી કરવા માટેની પ્રક્રિયાનો આરંભ કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારના મતો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીને મળ્યા હતા. તેથી ઈશુદાન ગઢવી દ્વારા લોકસભાની 26 એ 26 બેઠકો પર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડીને સારું પ્રદર્શન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : RAHUL GANDHI: શું રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી લડી શકશે ?

ગોપાલ ઈટાલીયાએ શું કહ્યું : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, અમે નવસારી ખાતે જિલ્લા મિટિંગનું આયોજન કર્યું હતું. આવનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રભારી લોકસભા ઇન્ચાર્જ અને જિલ્લાના સંગઠનનું માળખું બનાવવા સહિતની કાર્યકર્તા અને હોદ્દેદારો જોડે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. તો બીજી તરફ આગામી 2024 થી લોકસભાની ચૂંટણી ની 26 બેઠકો ઉપર અમે મજબૂતાઈથી લડવા માટે આગામી બેથી ત્રણ મહિનામાં મહિના દરમિયાન તમામ લોકસભા સીટ પર ઉમેદવારોની પસંદગી કરવા માટેની પ્રક્રિયા પણ આરંભીશું. વિધાનસભા ચૂંટણીમાં આદિવાસી વિસ્તારમાંથી જે પ્રમાણે અમને વોટ મળ્યા છે તેથી અમને પૂરો વિશ્વાસ છે કે, આવનારી લોકસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.