ETV Bharat / state

પ્રકૃતિ પૂજક પારસીઓએ વિધિવિધાન સાથે આવા યઝદની પરબ ઉજવી, કુવાઓને કરશે રિચાર્જ

author img

By

Published : Mar 24, 2022, 9:30 AM IST

પારસીઓએ બુધવારે આવા યઝદની પરબ ઉજવી હતી. પૂર્ણા નદી કિનારે (Parsis Celebrate Ava Yazad parab) વિધિવિધાન સાથે પૂજા અર્ચના કરી જળદેવીના આશીર્વાદ માંગ્યા હતા. નવસારીમાં પારસી બહુલ ઘણા મહોલ્લાઓમાં કૂવાઓ પણ બનાવ્યા છે.

પ્રકૃતિ પૂજક પારસીઓએ વિધિવિધાન સાથે આવા યઝદની પરબ ઉજવી, કુવાઓને કરશે રિચાર્જ
પ્રકૃતિ પૂજક પારસીઓએ વિધિવિધાન સાથે આવા યઝદની પરબ ઉજવી, કુવાઓને કરશે રિચાર્જ

નવસારી : પ્રકૃતિને પૂજનારા પારસીઓએ પૂર્ણા નદીના કિનારે (Parsis Worship on Banks of River Purna) આવા યઝદની પરબ ઉજવી હતી. પારસીઓએ પૂર્ણા નદીની પૂજા સાથે જ તેમના આવા દેવીને પ્રાર્થના કરી ફળદ્રુપતા અને સમૃદ્ધિના આશીર્વાદ માંગ્યા હતા. સાથે જ નવસારી કોરોના મુક્ત થતા આવા પરબનું જશ્ન પણ મનાવ્યુ હતુ.

પ્રકૃતિ પૂજક પારસીઓએ વિધિવિધાન સાથે આવા યઝદની પરબ ઉજવી

બે વર્ષ બાદ પારસીઓનું જશ્ન - નવસારીમાં પારસી સમાજ મોટી સંખ્યામાં આવ્યા હતાં પારસીઓ પ્રકૃતિના (Parsis Celebrate Ava Yazad Parab) તત્વોને પૂજનારા છે. જેમાં જળદેવી એટલે દેવીને પણ પૂજે છે. પારસીઓના આવા મહિનામાં આવતા આવા રોઝ એટલે કે દિવસે કુદરતી રીતે પ્રાપ્ત જળસ્રોતો આવા બાનુ (દેવી)નું વિધિ વિધાન સાથે પૂજન કરી આવા યઝદની પરબ મનાવે છે. પારસી સમાજ આ તહેવારને વિશેષ રીતે ઉજવતા હોય છે. પરંતુ બે વર્ષથી કોરોનાને કારણે શાંતિપૂર્ણ રીતે ઉજવ્યો હતો.

પૂર્ણા નદી કિનારે
પૂર્ણા નદી કિનારે

આ પણ વાંચો : સુરતના પારસી પરિવારને ભગવાન સ્વામિનારાયણ દ્વારા આપવામાં આવેલા પાઘ અને શ્રીફળ

નદીના કિનારે પૂજા અર્ચના - ત્યારે હવે જ્યારે નવસારી કોરોના (Parsis of Navsari) મુક્ત બન્યો છે. ત્યારે પારસીઓએ પૂર્ણા નદીના કિનારે વિધિવિધાન સાથે પૂજા અર્ચના કરી આવા પરબનું જશ્ન ઉજવ્યું હતું. સાથે જ પરંપરાગત રીતે આવા દેવીનું પૂજન કરી, નદીમાં ફૂલ, રેવડી અને નારિયળ પધરાવી જળદેવીના આશીર્વાદ માંગ્યા હતા. સાથે જ પારસી વાનગી (Ava Yazad Parab) દાળની પોળી (પુરણપોળી) ધરાવી એકબીજાના મોં મીઠા કર્યા હતા. પારસીઓએ આવા દેવીને ફળદ્રુપતા, સમૃદ્ધિ સાથે જ સારા આરોગ્યની પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો : નવરોઝ મુબારક: ઉદવાડાના દસ્તુરજીએ કોરોનામાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી નવા વર્ષના પાઠવ્યા અભિનંદન

પારસીઓ કુવાઓને કરશે રિચાર્જ - ઉલ્લેખનિય છે કે, જળ એ જીવન છે, એ મંત્રને ધ્યાને રાખી પારસી સમાજ દ્વારા આવા યઝદની પરબ અવસરે નવસારીમાં પારસી બહુલ ઘણા મહોલ્લાઓમાં કૂવાઓ બનાવ્યા છે, એ તમામ કુવાઓ હાલ (Parsis Recharge Wells) બિનઉપયોગી છે. જેથી પાણીની કિંમત સમજી પારસીઓ દ્વારા કૂવાઓ રીચાર્જ કરી, તેમનું પાણી ઉપયોગમાં લઇ શકાય એવી વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું છે. જેમાં ત્રણ કુવાઓને રિચાર્જ કરી, જીવંત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.