ચીખલી: કેન્દ્ર સરકારના નેશનલ હાઇવે ના પ્રોજેક્ટ આડે જમીનનો મુદ્દો વિઘ્નરૂપ બની રહ્યો હોય એવા અનેક કેસ સામે આવ્યા છે. નવસારીના ચીખલી માંથી આવા કેસમાં વધુ એક વધારો થતા જમીનનો મામલો સામે આવ્યો છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ બનવાનું ચાલુ થઈ ગયું છે આવા સમયમાં જમીનના મામલે છેતરપિંડી થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં ચેરમેન હયાત ન હોવાની વસ્તુ બતાવીને ખોટું કર્યાનો દાવો સામે આવ્યો છે.
તપાસની માંગ: કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ એક્સપ્રેસ હાઈવે બનાવવાની કામગીરી ચાલુ છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં જમીન સંપાદનમાં ઝાડ ન હોવા છતાં 107 જેટલા ઝાડો બતાવી 65 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાના આક્ષેપ લગાડવામાં આવ્યા છે. આ આક્ષેપ ચીખલી એપીએમસીના ચેરમેન પર લાગ્યા છે. ચીખલી એપીએમસીના ચેરમેન કિશોર પટેલ પર સાદકપોર ગામના માજી સરપંચ સહિત સ્થાનિકો દ્વારા જમીન સંપાદનમાં ગેરરીતિ કરી અને સરકાર પાસેથી લાખો રૂપિયા પડાવયાના આક્ષેપ લાગ્યા છે. જેના સંદર્ભમાં સાદકપોર ગામના માજી સરપંચ અને સ્થાનિકોએ આવી કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે.
લાભ મેળવવા માટેનું કાવતરું: મારા વિરુદ્ધ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે સદંતર ખોટું છે. આ એક રાજકીય લાભ મેળવવા માટેનું કાવતરું છે. આ જમીન પાંચ ભાઈઓની અને પાંચ કાકાઓની છે. જેમાંથી અમારા ત્રણ કાકાઓની જમીનમાંથી આ એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. બાકીના કાકાઓની જમીનમાંથી એક્સપ્રેસ હાઈવે પસાર થતો નથી. તેથી તેઓ દ્વારા મારા વિરુદ્ધ આવા આક્ષેપો કરવામાં આવે છે. તેથી આ લોકો જે મારા વિરુદ્ધ આક્ષેપો કરી રહ્યા છે. તે પાયા વિહોણા છે જેના મારી પાસે શક્ષમ પુરાવા છે. તેથી મને બદનામ કરવા માટે અને રાજકીય રોટલો શેકવા માટે નું આ ષડયંત્ર છે--ચીખલી એપીએમસી ચેરમેન કિશોર પટેલ
આ પણ વાંચો Navsari News: ચીખલી તાલુકાના રાનકુવા ગામે શાળા નિર્માણમાં ગેરરીતિનો આક્ષેપ
સંપાદનની પ્રક્રિયા પૂર્ણ: ચીખલી તાલુકાના સાદકપોર ગામમાંથી પસાર થનાર હાઇવે માટે હાલ જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું હતું. પરંતુ કિશોરભાઈના જમીનમાંથી એક પણ ઝાડ નહીં હતા. તેમ છતાં એમણે 107 ખેરના ઝાડ અને એક મહુડાનું ઝાડ બતાવી કુલ એક ઝાડ દીઠ 80 હજાર રૂપિયા વળતર સ્વરૂપે લીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેની હાલ કુલ કિંમત 65 લાખ જેવી થાય છે. જે સંદર્ભમાં ગામના જાગૃત નાગરિક અને પૂર્વ સરપંચ દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી માંગી સમગ્ર કૌભાંડની જાણ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે. કલેક્ટરને પણ યોગ્ય તપાસ કરવાની રજૂઆત થઈ છે. તો બીજીતરફ એપીએમસીના ચેરમેન આ તમામ આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું છે.