પાલિકાના હોલમા સામાન્ય સભા દરમિયાન પ્રમુખને ઉપપ્રમુખે લાફો મારી દીધો હતો. જે બદલ પાલિકા પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમા ધમકી અને મારામારીનો ગુનો નોંધાવવામાં આવ્યો છે. ઉપપ્રમુખે પણ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, પરંતુ તેમનું મન ફરી જતા ફરિયાદ નોંધવી ન હતી.
સામાન્ય સભા દરમિયાન પ્રમુખ અને ઉપપ્રમુખ સંતોષ પુંડકર વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ વાત વણસી મારામારી સુધી પહોંચી ગઈ હતી. પાલિકા પ્રમુખ જગદીશ મોદીએ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ પોલીસે ઉપપ્રમુખ સંતોષ પુંડકરની ધરપકડ કરી છે.